ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાબા રામદેવે લોન્ચ કરેલી ‘કોરોનિલ’ સહિત અત્યાસ સુધીમાં લોન્ચ થયેલી કોરોના માટેની દવાઓ વિશે જાણો - સ્વાસરી વટી ટેબ્લેટ

ભારતમાં કોરોનાવાઇરસને ડામવા કોવિડ-19ની સારવાર માટે હવે બજારમાં એક પછી એક દવાનું આગમન થઇ રહ્યું છે. પહેલાં ગ્લેન ફાર્માએ કોરોના દવા રજૂ કરી, ત્યાર બાદ હિટરો લેબ્ઝ દ્વારા અને તેના પછી મુંબઇની સિપ્લા કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે બજારમાં દવા રજૂ કરવામાં આવી. આ શ્રેણીમાં પતંજલિ આયુર્વેદે પણ કોરોનાવાઇરસ માટે આયુર્વેદિક દવા બનાવી હોવાનો દાવો કર્યો છે.

બાબા રામદેવે ‘કોરોનિલ’ લોન્ચ કરી, અત્યાર સુધીમાં લોન્ચ થયેલી કોરોના માટેની દવાઓ વિશે જાણો
બાબા રામદેવે ‘કોરોનિલ’ લોન્ચ કરી, અત્યાર સુધીમાં લોન્ચ થયેલી કોરોના માટેની દવાઓ વિશે જાણો

By

Published : Jun 25, 2020, 10:58 PM IST


બાબા રામદેવે ‘કોરોનિલ’ લોન્ચ કરી, અત્યાર સુધીમાં લોન્ચ થયેલી કોરોના માટેની દવાઓ વિશે જાણો


ભારતમાં કોરોનાવાઇરસને ડામવા કોવિડ-19ની સારવાર માટે હવે બજારમાં એક પછી એક દવાનું આગમન થઇ રહ્યું છે. પહેલાં ગ્લેન ફાર્માએ કોરોના દવા રજૂ કરી, ત્યાર બાદ હિટરો લેબ્ઝ દ્વારા અને તેના પછી મુંબઇની સિપ્લા કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે બજારમાં દવા રજૂ કરવામાં આવી. આ શ્રેણીમાં પતંજલિ આયુર્વેદે પણ કોરોનાવાઇરસ માટે આયુર્વેદિક દવા બનાવી હોવાનો દાવો કર્યો છે. હરિદ્વારમાં સંસ્થા દ્વારા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ લોન્ચ કરવામાં આવી હતી. યોગ ગુરુ રામદેવ અને પતંજલિના સીઇઓ બાલકૃષ્ણએ આ દવાની ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો રજૂ કર્યાં હતાં. આ દવા પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને જયપુર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, કોરોનિલની ક્લિનિકલ કન્ટ્રોલ ટ્રાયલ આખરી તબક્કામાં છે. હાલમા, તેનું ઉત્પાદન હરિદ્વારમાં દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.

ઇન્દોર અને જયપુરમાં ક્લિનિકલ ટ્રાયલ, 100 ટકા પરિણામનો દાવો

નિયમનકર્તા પાસેથી મંજૂરી મેળવ્યા બાદ ઇન્દોર અને જયપુરમાં આ દવાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. કોવિડ-19ના રોગચાળાની શરૂઆત થઇ, તે સાથે જ વિજ્ઞાનીઓની એક ટીમ આ કાર્ય સાથે સંકળાઇ હતી. જ્યારે ઉદ્દીપન દ્વારા તે સંયોજનોની પ્રથમ વખત ઓળખ કરવામાં આવી, ત્યારે તેમણે વાઇરસ સામે લડત આપી અને શરીરમાં તેનો પ્રસાર અટકાવ્યો હતો. પતંજલિના સીઇઓના જણાવ્યા પ્રમાણે, સેંકડો પોઝિટિવ દર્દીઓ પરના ક્લિનિકલ કેસ સ્ટડીમાં આ દવાનાં 100 ટકા પરિણામો જોવા મળ્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે, કોરોનિલ કોવિડ-19 પાંચથી 14 દિવસમાં દર્દીને સાજો કરી શકે છે.

કોરોનિલમાં સમાવિષ્ટ ઔષધિઓ

પતંજલિના સીઇઓના જણાવ્યા અનુસાર, કોરોનિલ ગિલોય, અશ્વગંધા, તુલસી, સ્વાસરીનો રસ અને એટમિક ઓઇલનું મિશ્રણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, દિવસમાં બે વખત – સવારે અને સાંજે લઇ શકાય છે.

કોરોનિલ કેવી રીતે વાઇરસને અટકાવે છે

પતંજલિના મતે, અશ્વગંધામાંથી મળતું કોવિડ-19નું રિસેપ્ટર-બાઇન્ડિંગ ડોમેઇન (આરબીડી) શરીરના એન્જીઓટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ (એસીઇ)ને બંધાવા નથી દેતું. તેનો અર્થ એ કે, કોરોનાનો વાઇરસ માનવ શરીરના કોશોમાં પ્રવેવશ કરી શકતો નથી. તેની સાથે જ ગિલોય કોરોનાના સંક્રમણને અટકાવે છે. તુલસી કોવિડ-19ના આરએનએ પર હુમલો કરે છે અને તેની એકમાંથી અનેક થવાની પ્રક્રિયાને નષ્ટ કરે છે.

સ્વાસરી વટી ટેબ્લેટ સાથે ઉપલબ્ધ થશે

દિવ્ય કોરોનિલ ટેબ્લેટ 23મી જૂનથી બજારમાં ઉપલબ્ધ થઇ છે. આ ઉપરાંત કંપની તેની સાથે સ્વાસરી વટી ટેબ્લેટનું પણ વેચાણ કરશે.

ભારતમાં કોરોનાની ઘણી દવાઓ ઉપલબ્ધ છે

દેશમાં સિપ્રેમી, ફેબિફ્લુ અને કોવિફોર આ ત્રણ દવાઓ મુખ્યત્વે કોવિડ-19ની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. સિપ્રેમી અને કોવિફોર એ એન્ટિવાઇરલ દવા રેમોડેવાઇરનું જેનેરિક વર્ઝન છે. ફેબિફ્લુ ટેબ્લેટ એ વાસ્તવમાં ઇન્ફ્લુએન્ઝા માટેની દવા ફેવિપિરેવાઇરનું જેનેરિક સ્વરૂપ છે. આ ત્રણેય દવાઓએ તાજેતરમાં મંજૂરી મેળવી છે. હવે, પતંજલિની કોરોનિલ ટેબ્લેટને કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવા માટે સરકારની પરવાનગી મળે છે કે કેમ, તે જોવાનું રહે છે.


આ દવાઓ વિશેની ઉપયોગી માહિતી

ફેબિફ્લુ
આ દવા હળવાથી સાધારણ કોવિડ-19નાં લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે વપરાશે.
આ દવા મોં વાટે લેવાની રહેશે.
ફેવિપીરેવાઇર અગાઉથી અન્ય બિમારીથી ગ્રસિત હોય અને કોવિડ-19નો ભોગ બન્યા હોય, તેવા હળવાથી સાધારણ પ્રકારનાં કોવિડનાં લક્ષણો ધરાવતા દર્દીઓ માટે વાપરી શકાય છે.
કંપની દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, આ દવાથી વાઇરલ લોડમાં ચાર દિવસની અંદર જ ઘટાડો થવા લાગે છે. સાથે જ આ દવા થકી કોવિડ-19ના હળવાથી સામાન્ય સ્થિતિના કેસોમાં 88 ટકા સુધીનો તબીબી સુધારો જોવા મળ્યો છે.
આ દવા પ્રિસ્ક્રિપ્શન આધારિત દવા તરીકે ઉપલબ્ધ થશે.
દવાની કિંમત રૂ. 103 પ્રતિ ટેબ્લેટ છે.
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે જણાવ્યું હતું કે, આ દવા 34 ટેબ્લેટની એક સ્ટ્રિપના સ્વરૂપમાં રૂ. 3,500ની મેક્સિમમ રિટેલ કિંમત (એમઆરપી) પર 200 એમજી/પ્રતિ ટેબ્લેટ સ્વરૂપે મળશે.
કંપનીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રથમ દિવસે દિવસમાં બે વખત 1800 મિગ્રાનો ડોઝ અને ત્યાર પછી 14 દિસ સુધી રોજ 800 મિગ્રાનો ડોઝ યથાયોગ્ય ગણાશે.

સિપ્રેમી

મુંબઇ સ્થિત કંપની સિપ્લા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ, એન્ટિવાઇરલ દવા રેમડેસિવાઇરે અમેરિકા, યુરોપ તથા એશિયાના 60 કરતાં વધુ કેન્દ્રોમાં પ્લેસિબોની તુલનામાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને પ્રમાણમાં વધુ ઝડપથી સાજા કર્યા હોવાનું જોવા મળ્યું હતું.
સિપ્રેમી 100 મિગ્રાના ઇન્જેક્શન માટે રેમડેસિવાઇર લાઇફિલાઇઝ્ડ પાઉડરના સ્વરૂપમાં ઉપલબ્ધ થશે.
તે સરકાર તેમજ ખુલ્લા બજારની ચેનલ થકી ઉપલબ્ધ થશે.
દવાની કિંમત હજી સુધી કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી.
આ દવા પ્રતિબંધિત ઇમર્જન્સી ઉપયોગ માટે પણ ઉપલબ્ધ થશે.

કોવિફોર

હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની હિટરોએ પણ રેમડેસિવાઇર લોન્ચ કરી છે.
કંપની ભારત સહિત 127 દેશોમાં રેમડેસિવાઇર સપ્લાય કરશે.
કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવવેદન અનુસાર, ‘ઇયુએ હેઠળ, બિમારીની ગંભીરતાના આધારે પાંચ દિવસ અને 10 દિવસ, એમ બે પ્રકારની સારવારની અવધિ સૂચવવામાં આવી છે.’
માધ્યમોના અહેવાલો અનુસાર, આ દવાના 100 મિગ્રાના ડોઝની કિંમત રૂ. 5,000થી રૂ. 6,000 રહેશે.

ABOUT THE AUTHOR

...view details