હરિદ્વારઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને લઇને યોગગુરુ બાબા રામદેવે ફૂલો સાથે હોળી ઉજવી હતી. આ દરમિયાન રામદેવે સાત્વિક અને પ્રાકૃતિક રીતે હોળી ઉજવવાનો સંદેશ પાઠવ્યો હતો. આ દરમિયાન બાબા રામદેવે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ગુલાબના ફૂલોથી હોળી રમી હતી.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ હોળી ઉજવોઃ રામદેવ - બાબા રામદેવના અપડેટ સમાચાર
કોરોના વાયરસના ખતરાને લઇ બાબા રામદેવે હરિદ્વારમાં ફૂલો વડે હોળીની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, લોકોએ કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક રંગો વડે જ હોળી રમવી જોઇએ.
![ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ હોળી ઉજવોઃ રામદેવ baba ramdev statement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6359469-thumbnail-3x2-ramdev.jpg)
baba ramdev statement
કોરોના વાયરસના ખતરાને ધ્યાને રાખી બાબા રામદેવ અને તેના અનુયાયીઓએ ફૂલોથી હોળી રમી હતી. બાબા રામદેવે લોકોને અપીલ કરી છે કે, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ ગુલાબના ફૂલોથી હોળી રમવી જોઇએ. જેનાથી કોઇ પ્રકારના વાયરસનો ખતરો નહીં રહે.