ઉત્તરપ્રદેશ/આઝમગઢ : હાથરસમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાને હજુ એક દિવસ થયો છે, ત્યારે આઝમગઢમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશમાં સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ તો હાથરસ દુષ્કર્મની ઘટનાને લઈ લોકોમાં ગુસ્સો શાંત થયો નથી. ત્યારે બલરામપુર બાદ હવે ઉત્તરપ્રદેશના આઝમગઢમાં 6 વર્ષની બાળકી પણ દુષ્કર્મનો શિકાર બની છે. આ સમગ્ર ઘટના આઝમગઢ જિલ્લાના એક વિસ્તારની છે.
હાથરસ, બલરામપુર અને હવે આઝમગઢમાં 8 વર્ષની બાળકી પર પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ - પીડિતાની માતાનો આરોપ
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં 6 વર્ષની બાળકી પણ દુષ્કર્મનો શિકાર બની છે. બાળકી પર પાડોશમાં રહેતા જ યુવકે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પીડિતાની માતાનો આરોપ છે કે, આરોપી ઘરની પાસે રહે છે. બાળકી દરરોજ તેમના ઘરે રમવા માટે જતી હતી.આરોપીએ બાળકીને નજીકની એક દુકાનમાં દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી આરોપીના ઘરેથી પરત ફરી તો બાળકી લોહીથી લથબથ હતી. બાળકીને સારવાર માટે મહિલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલમાં બાળકીની હાલત નાજુક છે.
આ અંગે પોલીસ અધીક્ષક કુમાર સિંહે જણાવ્યું કે, આરોપીનું ઘર પીડિતાના ઘર પાસે જ છે. દુર્ષકર્મ આચરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.