સપા નેતા આઝમ ખાને કહ્યું કે, અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ ન ગયા? તેમણે ભારતને પોતાનું વતન માન્યું. હવે તેમને તેની સજા તો મળશે અને તેને સહન પણ કરશે.
મુસ્લિમોને પાકિસ્તાન ન જવાની સજા છે મોબ લિન્ચિંગઃ આઝમ ખાન - gujaratinews
ઉત્તર પ્રદેશઃ સમાજવાદી પક્ષના સાંસદ આઝમ ખાને મૉબ લિન્ચિંગ માટે મુસ્લિમો પાકિસ્તાન ન ગયા તેનું કારણ દર્શાવ્યું છે. આઝમ ખાને કહ્યું કે, મુસ્લિમો 1947 પછીની સજા ભોગવી રહ્યાં છે. જો મુસ્લિમો પાકિસ્તાન જતાં રહ્યાં હોત તો તેમને આ સજાને પાત્ર ન હોત.
સપા સાંસદ આઝમ ખાને કહ્યું કે, 1947માં મુસ્લિમો પાકિસ્તાન કેમ ન ગયા? આ મૌલાના આઝાદ, પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલને પૂછો કે કેમ. તે લોકોએ મુસ્લિમોને વચનો આપ્યા હતા. ગાંધીજીની અપીલ પર મુસ્લિમો પાકિસ્તાન ગયા નહોતા. બાપૂએ મુસ્લિમોને કહ્યું હતું કે, આ દેશ તમારો પણ છે. જો ભાગલા અન્ય મુસ્લિમો પણ ઈચ્છતા તો દેશની આ સ્થિતિ ન હોત. મૉબ લિન્ચિંગની ઘટનાઓથી દુઃખી આઝમ ખાને કહ્યું કે, મુસ્લિમો ભાગલામાં ભાગીદાર અને ગુનેગાર નહોતા. પરંતુ આજે તેમને તેની સજા મળી છે. ભાગલા બાદ મુસ્લિમો સતત સજા ભોગવતા આવ્યાં છે.