ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આયુષ્માન-રણવીરની 'લાઉડ' ચેટ પર દિપીકા ગુસ્સે થઇ

તાજેતરમાં જ આયુષ્માન ખુરાના ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયા હતા. આ દરમિયાન તે રણવીર સિંહ સાથે લિવ ઇન વચ્ચે પણ જોડાયો હતો. બંને મિત્રો મોટેથી વાતો કરી રહ્યા હતા. એટલા માટે રણવીર કહે છે, "ચાલ, બાય બાય, તારી ભાભી ખીજાઇ છે. આટલું બોલીને તે ઓફલાઇન થઇ ગયો હતો. તે ગયા પછી,આયુષ્માને કહ્યું કે તે ચાલ્યો ગયો છે. કેમ કે,ભાભી તેમને ખીજાઇ રહ્યાં હતા..”

આયુષ્માન, રણવીરની 'લાઉડ' ચેટ પર દિપીકા ગુસ્સે થઇ
આયુષ્માન, રણવીરની 'લાઉડ' ચેટ પર દિપીકા ગુસ્સે થઇ

By

Published : Jun 6, 2020, 2:46 PM IST

મુંબઇ: બોલિવૂડના સૌથી ચર્ચાયેલા કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં ચાલી રહેલા લોકડાઉનમાં બંને ઘરે સમય વિતાવી રહ્યા છે. બંને કલાકારો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણવીરે પત્ની દીપિકા પાદુકોણની ઠપકો સાંભળવો પડ્યો હતો.

ખરેખર, આયુષ્માન ખુરાના તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યા હતા. આ દરમિયાન તે બીચ પર રણવીર લાઇવમાં પણ જોડાયો હતો. રણવીર સૂઈને ઉઠયો હતો.. બંને મિત્રો મોટેથી વાતો કરી રહ્યા હતા. ઉઠીને રણવીર પોતાના લાંબા વાળ સરખા કરતો હતો. ત્યારે આયુષ્માન તેની કેપ પણ કાઢી નાખે છે અને તેને તેના વાળ બતાવે છે. આ પછી, તે બંને જોરથી હસે છે. પછી રણવીર કહે છે, 'ઠીક છે ચલો બાય, તમારી ભાભી ગુસ્સો કરી રહી છે.’

રણવીર ગયા પછી આયુષ્માન ચાહકોને કહે છે કે, તે ગયા... કેમ કે, ભાભી તેમને ખીજાઇ રહ્યાં છે..

આ વીડિયો રણવીરના ફૈન પેજ પર શેર કરવામાં આવ્યો છે. જે બંને કલાકારોના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો...

ABOUT THE AUTHOR

...view details