હૈદરાબાદ: ડૉ શ્રીકાંથબાબુ પેરુગુ,( બીએએમએસ, એમડી આયુર્વેદ, બીઆરકેઆર પ્રિલસિપાલ, ડો. BRKR ગર્વમેન્ટ આયુર્વેદિક કોલેજ, હૈદરાબાદ) કહે છે કે ઘણી વખત માતાનું દૂધ બાળક માટે સારુ નથી. આ એવી સ્થિતિમાં થઈ શકે છે જ્યાં માતાને તાવ આવેલો હોય અથવા ચેપ લાગ્યો હોય, જેના કારણે દૂધમાં પણ તેની અસર હોય છે.
માતાના દૂધની વિકૃતિ માટે આહારની આદતો, માતાનું સ્વાસ્થ્ય, ઝેરી ખોરાક, વગેરે જેવા અન્ય કેટલાક કારણો હોઈ શકે છે.
કેવી રીતે પરીક્ષણ કરવું?
- સ્તન દૂધ તેના કુદરતી સ્વાદ અને સુસંગતતા સાથે નીચેની રીતે ચકાસી શકાય છે:
- એક કપ પાણીમાં થોડું સ્તન દૂધ લો.
- જો તે સંપૂર્ણપણે મિક્સ થઇ જાય છે, તો તે બાળક માટે યોગ્ય છે.
- જો તે મિક્સ ન થાય તો અને કપના તળિયે સ્થાયી થાય , તો પછી તેને બાળકને આપવું જોઈએ નહીં.
- જો દૂધ ભારે હોય, દુર્ગંધયુક્ત ગંધ આવે અથવા તેમાં સ્ટીકી સામગ્રી હોય, તો તે બાળકને પીવડાવવા યોગ્ય નથી.
ઉપયોગી આયુર્વેદિક ઔષધિઓ
આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ છે જે માતાના દૂધને સુધારવામાં અને વધારવામાં મદદ કરે છે. આ તમામ ઔષધિઓ સ્તન દૂધમાંથી વિવિધ દોષો (ખરાબ પરિબળો) દૂર કરવામાં મદદગાર છે.
શતાવરી
તે સ્તન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે અને તેની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.
પાથા
પાથા સ્તન અને સ્તન દૂધ સાથે સંબંધિત વિવિધ ખામીઓમાં મદદ કરે છે. તે દૂધને શુદ્ધ કરે છે અને ખરાબ પરિબળોને દૂર કરે છે.
આદુ
તે પાચન, શોષણ અને બાળકમાં માતાના દૂધનું એબઝર્બન્સ સુધારે છે. તે સ્તન દૂધનું ભારેપણું ઘટાડે છે અને ચેનલોમાંના બ્લોક્સને દૂર કરે છે, આમ સ્તન દૂધના સપ્લાયમાં વધારો કરે છે.
સુરાદરુ
તે માતાના દૂધમાંથી ખરાબ પરિબળોને દૂર કરવામાં મદદ કરે છે અને તેને હળવું બનાવવામાં મદદ કરે છે.
મસ્તા
તે પીત્ત દોશા દુર કરીને માતાના દૂધની શુદ્ધિકરણમાં ખૂબ મદદગાર છે.