હૈદરાબાદ: હિંગનો એક મસાલા તરીકે આપણે ઉપયોગ કરીએ છે. આ હીંગનો ઉપયોગ આપણે આપણા રસોડામાં યુગોથી કરીએ છીએ, તે એવા ફાયદાઓ સાથે આવે છે જેના વિશે તમે કદાચ ન જાણતા હોવ. તેનો ઉપયોગ સારવાર માટે અનેક આયુર્વેદિક ફોર્મ્યુલેશનમાં કરવામાં આવ્યો છે અને હજી પણ થાય છે. ડૉ કલ્પેશ રમેશલાલ બાફના( એમ.ડી., આયુર્વેદિક ફાર્માસ્યુટિકસ કલપાયુ હેલ્થ કેર ક્લિનિક, પુણે) કહે છે કે "હિંગની બે જાતિ હોય છે, કાળી જેની સુંગંધ હોય છે અને સફેદ, જે દવાઓમાં વપરાય છે."
ડૉ કલ્પેશ દ્વારા સમજાવ્યા મુજબ તેના કેટલાક ફાયદા અહીં દર્શાવવામાં આવ્યા છે
નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર)
હિંગમાં એક તીક્ષ્ણ સુગંધ હોય છે, આમ, તે નર્વસ સિસ્ટમ માટે ઉત્તેજક તરીકે કાર્ય કરે છે. તે ચેતાતંત્રને સક્રિય કરવા માટે જાણીતું છે.
હિંગ એનાલ્જેસિક છે અને તેથી, તેને માંસપેશીઓના દુખાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અમુક સ્થાનિક એપ્લિકેશન તેલમાં મિશ્રણ કરવાથી તે સક્રિય ઘટક બને છે અને દુખાવામાં રાહત આપે છે. પ્રકૃતિમાં ગરમ હોવાથી, હિંગ પીડાને ઘટાડવામાં અને રાહત આપવામાં મદદ કરે છે.
ઘણા આયુર્વેદિક રચનાઓમાં, હિંગનો ઉપયોગ તે એટેક જેવા કે માનસિક હુમલાઓની સારવાર કરવામાં મદદ કરે છે. તે લકવો, ચહેરાના લકવો, સાયટિકા, વાઈ, વગેરેમાં પણ મદદગાર છે.
શ્વસનતંત્ર
શ્વસનતંત્રની સામાન્ય જેવીકે ઉધરસ, શરદી અને ક્રોનિક ઉધરસ છે. આવી બધી પરિસ્થિતિઓમાં, કફને કારણે આપણા ફેફસામાં અવરોધ આવે છે. તેથી, શ્વસન માર્ગથી કફને સરળ બનાવવા માટે અને બહાર કાઢવા માટે, હિંગ એક ઉચ્ચ દવા છે, તે ખૂબ જ મદદરૂપ છે.