ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આયુર્વેદ: કોરોના વાઈરસને નાથી શકે છે - Ayurveda

માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિનાં અનેક સ્તર હોય છે; જે ખોટા આહાર, વિહાર (ટેવો), તણાવ અને સ્વચ્છતાના અભાવથી નબળી પડે છે. પારકી પારિસ્થિતિક તંત્રમાંથી રોગના કીટાણુનું કોઈ પણ નવું રૂપ આપણી જિંદગીને જોખમમાં મૂકી શકે છે અને તેને રોગચાળામાં ફેરવી શકે છે અને આવો એક બનાવ એટલે કોરોના વાઇરસનું ફાટી નીકળવું.

Corona viruses
કોરોના વાઈરસ

By

Published : Feb 12, 2020, 12:00 AM IST

ન્યૂઝ ડેસ્ક: વિશ્વમાં કોરોના વાઇરસના ૧૪,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે અને જાન્યુઆરી ૨૦૨૦માં તે ફાટી નીકળ્યા પછી ભારતના કેરળમાં ત્રણ પૉઝિટિવ કેસો નોંધાયા છે. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાએ એક નિવેદન બહાર પાડ્યું: “પ્રવાસ સલાહ વધુ સુધારાઈ છે અને જનતાને જાણ કરવામાં આવે છે કે તે ચીનના પ્રવાસે જવાનું ટાળે અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૦થી જે પણ તાજેતરમાં ચીનના પ્રવાસે ગયું હોય તેને અલગ રાખવામાં આવશે.”

એક જાણીતા પ્રકાશનના તાજા અંકમાં શરૂઆત આવી છે, “નવા કોરોના વાઇરસના ફાટી નીકળવાના કોઈ સંકેતો રોકાઈ રહ્યા નથી ત્યારે, વિશ્વ ભરના વાઇરૉલૉજિસ્ટ વાઇરસના ભૌતિક નમૂનાઓ પર તેમના હાથ અજમાવવા આતુર છે. તેઓ ડ્રગ્ઝ અને રસીઓની કસોટી કરવા, ચેપવાળા પ્રાણી નમૂનાઓ વિકસાવવા અને આ વાઇરસ કઈ રીતે ફેલાય છે તે વાઇરસના જીવવિજ્ઞાન વિશેના પ્રશ્નો જાણવા યોજનાઓ બનાવી રહ્યા છે.” આપણે રસીઓ અને ડ્રગ્ઝ મેળવીએ તે પહેલાં હજુ મોડું નથી થયું પરંતુ આપણે જ્યાં સુધી આપણી જાતને સુરક્ષિત ન માનીએ ત્યાં સુધી આપણને કામચલાઉ ઉકેલોની જરૂર છે.

કોરોનાવાઇરસ શું છે?

માનવમાં શ્વસનતંત્રમાં સેંકડો અલગ-અલગ પ્રકારના વાઇરસ રહેલા હોય છે જે ઇન્ફ્લુએન્ઝા, સામાન્ય શરદી અને આના જેવા રોગો સર્જી શકે છે. કોરોનાવાઇરસ વાઇરસની નવી શ્રેણીમાં આવે છે જે અનેક દાયકાઓ પહેલાં પ્રાણીઓમાંથી માનવમાં કૂદીને આવી. કોરોના વાઇરસની ચાર શ્રેણીઓ છે અને તેમાંથી ત્રણ માનવને ચેપ લગાડી શકે છે. આ ઘટના નવી નથી.

કોરોનાવાઇરસનો પ્રકોપ

સાર્સ (સીવીયર ઍક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ)ના કેસો જેણે પ્રથમ વાર ચીનમાં વર્ષ ૨૦૦૨-૦૩માં દેખા દીધી હતી અને મર્સ (મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ) એક દાયકા પછી દેખા દીધી હતી તે હકીકતે કોરોના વાઇરસના કારણે થયા હતા. આ બંને વૈશ્વિક રોગચાળાથી સેંકડો લોકો માર્યા ગયા હતા. આ વખતે કોરોનાવાઇરસ દેખીતી રીતે વાન માંસ બજારમાંથી ઉદ્ભવ્યો છે અને તે આંતરરાષ્ટ્રીય ચેતવણી આપી રહ્યો છે.

લક્ષણો

તાવ

ઉધરસ

ટૂંકા શ્વાસ

ઠંડી

છાતીમાં દુઃખાવો

શરીર તૂટવું

ગળું બેસી જવું

અસ્વસ્થતા (શરીરમાં માંદગી લાગવી)

માથાનો દુઃખાવો

ઝાડા

ઉબકા આવવા

ઉલટી થવી

ગંભીર જટિલતાઓમાં

અવયવો બંધ પડવાં,

ન્યુમૉનિયાનો સમાવેશ થવો

કોરોનાવાઇરસને કઈ રીતે અટકાવવો?

હાથને સાબુ સાથે વારંવાર ધૂઓ

કાચું માંસ ખાવાનું અથવા અસ્વચ્છ સ્થિતિમાં બનાવાયેલું ભોજન ખાવાનું ટાળો

ફળો અને શાકભાજી બરાબર ધોવાં જોઈએ

અન્યો સાથે ઓછામાં ઓછો નિકટતાથી સંપર્ક કરવો જોઈએ, હાથ મિલાવવા ન જોઈએ!

વાઇરસને તમારા નાકમાં આવતા અટકાવવા એન૯૫ જેવાં મુખવટાનો ઉપયોગ કરો

વાઇરસને શરીરમાં આવતા અટકાવવા ગૉગલ્સનો ઉપયોગ કરો કારણકે તે આંખોમાંથી પણ આવે છે.

જાહેર સ્થાનોમાં દરવાજાના હૅન્ડલ, બટન વગેરેને આલ્કોહૉલ ધરાવતા ક્લીનઝરથી દર કલાકે સાફ કરો.

વધુ પાણી પીવો.

કોણ ભોગ બની શકે છે?

ડાયાબિટિસ ધરાવતા દર્દીઓ, લાંબા સમયથી ફેફસાંના રોગ ધરાવનારાઓ અને હૃદયની બીમારી ધરાવનારાઓ

વૃદ્ધ લોકો

બાળકો

જે લોકોએ અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય અને જે રોગ દબાવવાનો ઉપચાર કરાવતા હોય

સારવાર હેઠળના કેન્સરના દર્દીઓ

રોગને અટકાવવા અપાતી સારવાર કે લેવાયેલાં પગલાંઓ

ભારતની પરંપરાગત ચિકિત્સા પ્રણાલિ આયુર્વેદમાં કોરોનાવાઇરસથી સર્જાય છે તેવા અનેક શ્વસન ચેપનાં લક્ષણો વર્ણવાયાં છે. આયુર્વેદ રોગના કીટાણુઓ સામે રોગપ્રતિકારક શક્તિને વધારવા પ્રયાસ કરે છે, પછી ભલે રોગ નવો હોય. જોકે આયુર્વેદમાં વાઇરસ વિશે જાણકારી નથી, પરંતુ તે અનુભવ અને પ્રયોગસિદ્ધ જ્ઞાનના આધારે સમસ્યાને ઉકેલે છે.

આયુર્વેદ મુજબ કોરોનાવાઇરસને અકાવવા શું કરવું જોઈએ તેની યાદી અત્રે આપી છે. કોરોનાવાઇરસના હુમલાને અટકાવવાના આ રસ્તા છે. અહીં અનેક વિકલ્પો આપેલા છે. વાઇરસને અટકાવવા માટે વર્ણવેલા ઉપચાર પૈકી એકને અનુસરો. સારવાર લેતા પહેલાં ઉપર આપેલી સાવચેતીઓ અગત્યની છે. ૧૨થી નીચેના ઉંમરનાં બાળકો માટે અડધી માત્રા (ડૉઝ) પૂરતી છે.

શાદંગા પનિયમ. માત્રા: દસથી પંદર દિવસ માટે સવારે નાસ્તા પહેલાં દિવસમાં એક વાર ૧૫ મિ.લિ.

અગસ્ત્ય હરિતકી રસાયણ. માત્રા: દસથી પંદર દિવસ માટે ભોજન પહેલાં દિવસમાં બે વાર પાંચ ગ્રામ.

અથવા

હરિદ્રાખંડ. માત્રા: દસથી પંદર દિવસ માટે દિવસમાં બે વાર પાંચ ગ્રામ ભોજન પહેલાં અથવા ભોજન પછી.

કફકેતુ રસ. માત્રા: દસથી પંદર દિવસ માટે દિવસમાં એક વાર ૨૦૦ ગ્રામ.

ચૂર્ણને કાં તો હૂંફાળા પાણી સાથે લેવું જોઈએ અથવા મધમાં મિશ્ર કરીને લેવું જોઈએ.

અથવા

ત્રિકટુ ચૂર્ણ ૨૫ ગ્રામ + ગુડુચી સત્વ પાંચ ગ્રામ + યષ્ટિમધુ ચૂર્ણ ૨૫ ગ્રામ

તેમને બરાબર મિશ્ર કરી દો અને બેથી ત્રણ ગ્રામ હૂંફાળા પાણી સાથે અથવા મધ સાથે દસથી પંદર દિવસ નાસ્તા પહેલાં લો.

કોરોનાવાઇરસ નવો વૈશ્વિક રોગચાળો છે જે વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ભારતે માત્ર પંદર જ દિવસના ટૂંકા ગાળામાં ત્રણ કેસો જોઈ લીધા છે. સારવાર કરતાં અટકાવવાના ઉપાયો વધુ સારા છે, તેથી ચીનથી ભારત આવી રહેલા લોકો જેમને શરદી અને તાવનાં કોઈ પણ લક્ષણો થયાં હોય તેમણે તાત્કાલિક જનરલ ફિઝિશિયનને તાકીદે બતાવવું જોઈએ. આ રોગ સામે લડવાની ચાવી સ્વચ્છતા જાળવવી, ઉકાળેલું પાણી પીવું અને તાજું રાંધેલું ભોજન ખાવું છે.

ABOUT THE AUTHOR

...view details