અયોધ્યા: કેરળ સરકાર વિરુદ્ધ રામા દળ ટ્રસ્ટ દ્વારા હવન કરવામાં આવ્યો હતો. યજ્ઞશાળામાં પોતાની વેદનાને સફેદ કાગળ લખવામાં આવી હતી.અને રામાદળ ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કિ રામ એ કેરળ સરકાર પાસે રાજીનામુ આપવાની માગ કરી છે. પંડિત કલ્કિરામના કેહવા પ્રમાણે,હાથીને હિંદૂ ધર્મમાં ભગવાન ગણેશનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે કેરળમાં સગર્ભા હાથણી સાથે જે અપરાધ કરવામાં આવ્યા તેના આરોપીને કડક સજા થવી જોઈએ.
ઉપરાંત, શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસએ પણ કેરળ સરકાર પાસે દોષી આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. સંતના કેહવા પ્રમાણે ,બીજી વાર આ ઘટના ન બને તે માટે કડક પગલા લેવા જોઈએ.
કેરળમાં થયેલી હાથણીની હત્યા પર અયોધ્યાના સંતની પ્રતિક્રિયા - ayodhya : saints reactions
કેરળમાં હાથણીની નિર્મમ હત્યાને લઈને રામનગરીના સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સંત સમાજના કેહવા પ્રમાણે, હાથીને હિંદૂ ધર્મમાં ભગવાન ગણેશનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે કેરળમાં સગર્ભા હાથણી સાથે જે અપરાધ કરવામાં આવ્યા તેના આરોપીને કડક સજા થવી જોઈએ.
કેરળમાં થયેલી હાથણીની હત્યા પર અયોધ્યાના સંતની પ્રતિક્રિયા
જગતગુરુ રામદિનેશચાર્યએ હાથણીની હત્યાને અમાનવીય કૃત્ય કહ્યું છે. કેન્દ્ર સરકાર પાસે આ આરોપીઓને સજા થાય તે માટે માગ કરી છે. અને કહ્યું કે, આ ઘટનામાં આરોપીઓને છોડવા ન જોઈએ, તે પછી કોઈ પણ હોઇ, ક્યાંથી પણ આવ્યો હોય, તેનો નિર્ણય નિષ્પક્ષ હોવો જોઈએ.