ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા: મુસ્લિમ મહિલાઓએ રામલલ્લા અને વડાપ્રધાન મોદી માટે રાખડી બનાવી - 5 ઓગસ્ટે રામ મંદિરની ભૂમિપૂજા

યુપીના અયોધ્યામાં મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન મોદી અને સીએમ યોગી આદિત્યનાથ માટે રાખડી તૈયાર કરી છે. આ રાખડીઓ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. આ ઉપરાંત રામલ્લા માટે પણ મહીલાઓ દ્વારા રાખડી બનાવવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના માધ્યમથી રામલ્લાને આ રાખડી પહોંચાડવામાં આવશે.

રામલલ્લા  માટે રાખડી
રામલલ્લા માટે રાખડી

By

Published : Jul 30, 2020, 6:21 PM IST

અયોધ્યા: બહુ પ્રતીક્ષિત રામ મંદિરની ભૂમિપૂજા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે. લોકો અયોધ્યાના ઇતિહાસમાં નોંધાવા જઇ રહેલી આ અદભુત ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજ્યના મુસ્લિમ સમુદાયના લોકો પણ વડાપ્રધાનના આગમનની તૈયારીઓ કરી રહ્યા છે. મુસ્લિમ મહિલાઓ પીએમ મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે રાખડી તૈયાર કરી રહી છે.

5 ઓગસ્ટ, 2020નો દિવસ અયોધ્યાના સુવર્ણ ઇતિહાસમાં નોંધવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કરવા જઇ રહ્યા છે. આવા અદભુત ક્ષણની રાહ જોતા, અયોધ્યા નિવાસીઓ રામનગરીને સજાવવામાં લાગી ગયા છે. દેશના વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે તેઓ ભવ્ય તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે.

ઓધ્યાની મુસ્લિમ મહિલાઓ પોતાના હાથથી વડાપ્રધાન અને મુખ્યપ્રધાન યોગી માટે રાખડી તૈયાર કરી રહી છે. આ રાખડીઓ તૈયાર થયા બાદ પીએમ મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. આ મહિલાઓ ટ્રસ્ટ દ્વારા 5 ઓગસ્ટે રામલલ્લાને પણ રાખડી મોકલશે.

મુસ્લિમ મહિલાઓનું માનવું છે કે, 5 ઓગસ્ટ એ રામ મંદિરના ભૂમિપૂજનનો ઐતિહાસિક દિવસ છે. મુસ્લિમ ભાઈઓએ પણ આ દિવસે રામ મંદિર માટે યોગદાન આપવો જોઈએ. મુસ્લિમ બહેનોએ પ્રાર્થના કરી કે હિન્દુ-મુસ્લિમ એકતા અયોધ્યામાં બની હમેશા બની રહે.

આ મુસ્લિમ મહિલાઓ રામ મંદિરના નિર્માણથી ખૂબ જ ખુશ છે. તેમનું માનવું છે કે મંદિર-મસ્જિદ વિવાદના અંત પછી, અયોધ્યા હવે નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે.જ્યાં લોકોને રોજગારી આપવામાં આવશે અને હિન્દુ-મુસ્લિમનો પ્રેમ, એકતા અને ભાઈચારો પણ જોવા મળશે. મુસ્લિમ બહેનોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને હાથ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખીડીને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details