ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ રામ મંદિર બનશેઃ લલ્લૂસિંહ - લલ્લૂ સિંહ

નવી દિલ્હીઃ અયોધ્યાના સાંસદ લલ્લૂસિંહે કહ્યું કે, રામ મંદિર જરુર બનશે અને સમયસર બનશે. સુપ્રિમ કોર્ટના હુકમ અનુસાર સરકાર ટ્રસ્ટની રચના કરશે. આ ટ્રસ્ટના માધ્યમથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશે.

statement of lallu sinh on ram mandir

By

Published : Nov 20, 2019, 11:10 AM IST

અયોધ્યાના સાંસદ લલ્લૂસિંહનાં જણાવ્યા મુજબ, સર્વોચ્ચ આદાલતના આદેશાનુસાર રામ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરાશે..

લલ્લૂસિંહે કહ્યું કે, 2014માં મોદીજીની સરકાર બન્યા પછી અયોધ્યામાં રેલવે, એરપોર્ટ જેવી અન્ય સુવિધા માટે કામ ચાલુ થઈ ગયું છે. બાકીની સુવિધા માટે રાજ્ય સરકાર કાર્યરત છે.

ટ્રસ્ટમાં સામેલ થવા અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યું કે, એ મારો વિષય નથી, આમારૂ કામ જનતાની સેવા કરવાનું છે. રામ મંદિરના નિર્માણમાં એક સેવકના રૂપે કાર્ય કરવાનું છે. રામ મંદિરનું મોડેલ તથા ટ્રસ્ટ બનાવવાનું કામ કેન્દ્ર સરકારનું છે, જે તેઓ કરશે. ઘણા લોકો રામ મંદિર બનાવવામાં ઉતાવળ કરે છે. પરંતું ટ્રસ્ટ બનાવીને જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

ઓવૈસીના નિવેદન અંગે તેમણે જણાવ્યું કે, ઓવૈસી શું બોલે છે એનું કોઈ મહત્વ નથી . ભારત લોકશાહી દેશ છે, તેમને બોલવાનો પુરેપુરો હક છે. અમારે તે બાબતે ટીકા-ટીપ્પણી કરવી નથી. જેને આ વાત પર રાજનીતિ કરવી છે એ તો કરવાના જ છે.

ABOUT THE AUTHOR

...view details