ઉત્તર પ્રદેશઃ અયોધ્યમાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના શિલાન્યાસની તૈયારીઓ ધામ-ધૂમથી થઇ રહી છે. શિલાન્યાસમાં ભગવાનના ભોગ માટે મણિરામ દાસ છાવનીમાં 1,11,000 લાડૂ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શ્રી દેવરાહા હંસ બાબાજીના સેવકે જણાવ્યું કે, અહીંયા ભોગમાટે 1,11,000 લાડૂ તૈયાર થઇ રહ્યા છે. VVIP મહેમાનોના સ્વાગત માટે અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, 5 ઓગસ્ટના રોજ PM મોદી સાકેત યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા અસ્થાયી હેલિપેડ પર ઉતરશે. જ્યાંથી વડાપ્રધાન 3 કિ.મી પ્રવાસ કરીને મંદિરે પહોંચશે.
રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારી શરૂ, બની રહ્યા છે 1,11,000 લાડૂ
અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના શિલાન્યાસની તૈયારી ધામ-ધૂમથી થઇ રહી છે. શિલાન્યાસ ખૂદ PM મોદીના હસ્તે કરવામાં આવશે. શિલાન્યાસના પ્રસંગ નિમિત્તે ભગવાનના ભોગ માટે મણિરામ દાસ છાવનીમાં 1,11,000 લાડૂ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
જે રસ્તો નક્કી કરીને PM મોદી મંદિર સુધી પહોંચશે, ત્યાં દિવાલો પર રંગીન કલાકૃતિઓ બનાવવામાં આવી રહી છે. આ સાથે જ થોડા યુવાનો આ રસ્તામાં એક ગીત રજૂ કરશે. અયોધ્યાના એન્ટ્રી ગેટ પર બનાવવામાં આવેલા પિલર પર પણ કલર કામ ચાલી રહ્યું છે.
કોરોના સંકટના કારણે આ કાર્યક્રમમાં સિમિત સંખ્યામાં લોકોને બોલાવવામાં આવ્યાં છે. જેથી રામ મંદિર ટ્રસ્ટે લોકોને વિનંતી કરી કે, તે અયોધ્યા પહોંચવા માટે પરેશાન ન થાય. તેમણે લોકોને આ અંગે લાઈવ પ્રસારણ જોવા માટે વિનંતી કરી છે. આ સાથે જ તેમણે ઘર પર રહીને દિપક પ્રગટાવી સ્વાગત કરવા અંગે પણ કહ્યું છે.