ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા ભૂમિ વિવાદ: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે બધા પક્ષકારો સાથે ચર્ચા કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. બધા પક્ષકારોને ગોપનીયતાથી મધ્યસ્થતા કરવા માટે કહ્યું છે. કોર્ટે મધ્યસ્થા માટે નામ જણાવવાનું પણ કહ્યું છે. અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાને લઈને ચુકાદો અનામત રાખ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 6, 2019, 1:23 PM IST

મુખ્ય ન્યાયાધિશ રજંન ગોગોઈએ કહ્યું કે, અમે જલ્દી નિર્ણય સંભળાવીશું. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો આ મામલો મધ્યસ્થતાથી ઉકેલાય છે, તો સુપ્રીમ કોર્ટ પણ તેમાં મદદ કરશે.

આજે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂર્મિ બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી થઈ હતી. 5 જજની બેન્ચ સુનાવણી કરી રહી છે. ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ધનન્જય વાઈ ચંન્દ્રચુંડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ અબ્દુલ નજીર સામેલ હતા. જસ્ટિસ બોબડેએ કહ્યું કે, "આ ફક્ત જમીનનો મુદ્દો નથી ભાવના સાથે જોડાયેલો મુદ્દો છે. તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ બનેલી ઘટનાઓને બદલી નથી શકાતી. વાતચીતથી મામલાનું સનાધાન કરવું જોઈએ.

આ મામલામાં મુસ્લિમ પક્ષનો કેસ લડી રહેલા વકીલ રાજીવ ધવને કહ્યું કે, મુસ્લિમ પક્ષ મધ્યસ્થતાની સમજૂતી માટે તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details