ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SCમાં અયોધ્યા કેસની સુનાવણી અંતિમ તબક્કામાં, 17 નવેમ્બરે આવી શકે છે ચુકાદો - Ayodhya case hearing in SC at final stage

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યા કેસની સુનાવણી અંતિમ તબક્કામાં છે. અયોધ્યા કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલત 14 અપીલોની સુનાવણી કરી રહી છે. પાંચ જ્જોની બેચે આ કેસમાં કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરવા માટે સમયમર્યાદાની સમીક્ષા કરી હતી. આ માટે 17 ઓક્ટોબરની મર્યાદા નક્કી થઈ હતી. પરંતુ હવે 17 નવેમ્બર સુધીમાં આ મામલે નિર્ણય આવે તેવી સંભાવના છે.

ayodhya-case-hearing-in-sc-at-final-stage

By

Published : Oct 14, 2019, 12:01 PM IST

દશેરાની અઠવાડિયાની રજા બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી પુર્ણ થવાના આરે છે. કોર્ટની બંધારણીય બેચ આ કેસની સુનાવણી 38માં પુરી કરશે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેચ અયોધ્યા મુદ્દાનું સમાધાન કરવામાં નિષ્ફળ થઈ હતી. જેથી કેસની ટ્રાયલ 6 ઓગસ્ટથી શરુ કરાઈ હતી. જેમાં દેશની વડી અદાલત 14 અપીલ અરજીઓ પર સુનાવણી કરશે. કોર્ટે આ કેસમાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે સમય મર્યાદાની સમીક્ષા કરી હતી, જેમાં 17 ઓક્ટોબર નિર્ણય લેવાનું નક્કી થયુ હતું. બેચના સભ્યોમાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નજીર સામેલ છે. તેમજ આ બેચના અધ્યક્ષ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ છે.

કોર્ટે અંતિમ તબક્કાની દલીલોની અનુસુચિ નક્કી કરતી વખતે કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષો 14 ઓક્ટોબર સુધીમાં તેમની દલીલો રજૂ કરી શકશે. ત્યાર બાદ હિન્દુ પક્ષો 16 ઓક્ટોબર સુધીમાં તેમના ઉત્તર આપશે. ચુકાદો 17 નવેમ્બર સુધીમાં આવે તેવી શક્યતા છે. મહત્વની વાત એ છે કે 17 નવેમ્બરે જ મુખ્ય ન્યાયાધીશ ગોગોઇ નિવૃત્ત થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details