દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિમમાં ફરી એક વાર બરફનું તોફાન જામ્યું છે. બરફના તોફાનમાં પેટ્રોલિંગ કરતી ભારતીય સેનાની ટુકડી સપડાઈ છે. શનિવારે સવારે ભારે હિમસ્ખલનને કારણે પેટ્રલિંગ કરતી સેનાની ટુકડી મુશ્કેલીમાં મુકાઈ હતી.
સિયાચીનમાં હિમસ્ખલન, સેનાના 2 જવાન શહીદ - હિમસ્ખલન
સિયાચીન: દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં લગભગ 18,000 ફુટ ઊંચા યુદ્ધક્ષેત્રમાં ફરી બરફનો કેર વર્તાયો છે. આ હિમસ્ખલનમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ કરતી ટુકડી સપડાય છે. હિમસ્ખલનના ઝપેટમાં આવવાથી 2 જવાનો શહીદ થયાં છે.

ફાઈલ ફોટો
અલ્વાંચલ બચાવ ટીમે પેટ્રોલિંગ કરનાર ટુકડીને શોધી કાઢી હેલ્કોપ્ટરના માધ્યમથી રેસ્ક્યુ કરી હતી. પરંતુ આ દુર્ઘટનામાં હિમસ્ખલનમાં દટાઈ જવાથી બે જવાનો શહીદ થયા છે.
Last Updated : Dec 1, 2019, 7:52 AM IST