15 ઑગસ્ટની પૂર્વ સંધ્યા : રાષ્ટ્રપતિ કોવિંદના સંદેશમાં 370નો ઉલ્લેખ - રાષ્ટ્રપતિ કોવિંદ
નવી દિલ્હીઃ 15 ઑગસ્ટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતની પ્રજાનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે આઝાદીના 73 વર્ષ બાદ ભારત આજે ગંભીર પરિસ્થિતિમાં છે.
![15 ઑગસ્ટની પૂર્વ સંધ્યા : રાષ્ટ્રપતિ કોવિંદના સંદેશમાં 370નો ઉલ્લેખ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4138057-52-4138057-1565805685151.jpg)
ramnath
રાષ્ટ્રપતિના ભાષણના મુખ્ય અંશ
- મારી ઈચ્છા છે કે આપણી સંસ્કૃતિ, આદર્શ, કરૂણા, જિજ્ઞાસા અને ભાઈચારો હરહંમેશ જળવાઈ રહે, જીવનના આ મૂલ્યોમાં આગળ વધતા રહીએ. હું આપ સહુને સ્વંતત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું.
- આપણા સ્વતંત્ર આંદોલનને અવાજ આપનાર મહાન કવિ સુબ્રહ્મણ્ય ભારતીએ સો વર્ષ પહેલા ભાવિ ભારતની જે કલ્પના હતી તે આપણા પ્રયત્નોમાં ઉજાગર થઈ રહી છે.
- આપણી સંસ્કૃતિની એ વિશેષતા છે કે આપણે સહુ પ્રકૃતિ માટે અને તમામ જીવ માટે પ્રેમ અને કરૂણાનો ભાવ રાખીએ છે.
- મને વિશ્વાસ છે કે સમાજના અંતિમ વ્યક્તિ માટે ભારત પોતાની સંવેદનશીલતા જાળવી રાખશે. ભારત પોતાના આદર્શો પર અડગ રહશે.
- ભારત યુવાનોનો દેશ છે. આપણા યુવાનોની ઉર્જા રમતથી લઈ વિજ્ઞાન સુધી અનેક ક્ષેત્રોમાં વહેંચાયેલી છે.
- અન્ય દેશો સાથે આપણાં સંબંધોમાં પણ આફણે સહયોગની ભાવના રાખીએ છે. આપણી પાસે જે પણ વિશેષ અનુભવ છે અને યોગ્યતાઓ છે તેને અન્ય દેશો સાથે વહેંચવાથી ખુશી અનુભવીએ છે.
- ભારતનો સમાજ હંમેશા સહજ અને સરળ રહ્યો છે. તેમજ જીવો અને જીવવા દોના સિંદ્ધાત પર ચાલે છે. અમે ભાષા અને ક્ષેત્રીય સિમાઓથી ઉપર ઉછી એક-બીજાનું સન્માન કરીએ છે.
- સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે બનાવાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદઉપયોગ કરવો અને તેની સુરક્ષા કરવી તે આપણાં સૌની જવાબદારી છે.
- દરેક ઘરમાં શૌચાલય અને પાણી ઉપલ્બ્ધ કરાવવાનો પૂરતો લાભ ત્યારે જ મળશે જ્યારે આ સુવિધાઓથી આપણી બહેન-દિકરીઓનું સશક્તીકરણ અને તેમના ગરિમા વધશે.
- મને એ વાતની ખુશી છે કે હાલમાં જ પૂર્ણ થયેલા લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની બેઠકો સફળ રહી.
- મને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે હાલમાં કરાયેલા બદલાવોથી ત્યાંના સ્થાનિકોને ખૂબ જ ફાયદો થશે.
- આ વર્ષે ગાંધીજીના જન્મને 150 વર્ષ પૂર્ણ થયા છે, આઝાદીમાં તેમનું યોગદાન પ્રેરણાદાયક હતું.