નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાના દર્દી માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં દિલ્હીની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ સાથે અટેડેંટ પણ રહી શકશે. હવે તમામ કોરોના વોર્ડમાં CCTV પણ લગાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બહાર પાડેલા આદેશ અનુસાર દિલ્હી સરકારે પણ આદેશ જાહેર કર્યો છે.
દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં હવે પરિજનો પણ સાથે રહી શકશે - કોરોના
તમામ કોવિડ હોસ્પિટલોમાં એક હેલ્પ ડેસ્ક પણ બનાવવો પડશે જ્યાં દર્દી અથવા તેના પરિવારજનો કોલ કરી શકે અથવા હોસ્પિટલમાં ગુમ થયેલી વસ્તુઓ લઈ શકે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતા, જેનો અમલ દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની કરી અમલવારી
આ સાથે દિલ્હી સ્વાસ્થ્ય વિભાગે તમામ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોને આદેશ આપ્યો છે કે તમામ વોર્ડમાં CCTV લગાવવામાં આવે. તેના માટે લોક નિર્માણ વિભાગે પહેલા જ આદેશ આપ્યો છે. આ સાથે તમામ હોસ્પિટલોને એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે તેને કોઇ પણ તપાસનીય અધિકારીના CCTV ફુટેજ માગવા પર તેને ફુટેજ બતાવવા પડશે.