ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં હવે દર્દીઓ સાથે તેમના પરિજન પણ રહી શકશે - નવી દિલ્હી

દિલ્હીની બધી કોવિડ હોસ્પિટલોમાં એક હેલ્પ ડેસ્ક બનાવવો પડશે જ્યાં દર્દી તેના પરિવારજનોને કોલ કરી શકે અથવા હોસ્પિટલમાં ભુલાઇ ગયેલો સામાન અથવા ગુમ થયેલી વસ્તુઓ મોળવી શકે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા, જેનો અમલ હવે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર, દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે પરિવારના સભ્યો રહી શકશે
કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર, દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે પરિવારના સભ્યો રહી શકશે

By

Published : Jun 27, 2020, 11:14 AM IST

નવી દિલ્હી: દિલ્હીના કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. હવે કોરોના દર્દીઓના એટેન્ડન્ટ પણ દિલ્હીની હોસ્પિટલોમાં રહી શકશે. હવે તમામ કોરોના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી સૂચનાને પગલે હવે દિલ્હી સરકારે આ સંદર્ભે આદેશ જાહેર કર્યા છે.

કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર, દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે પરિવારના સભ્યો રહી શકશે

કોરોના દર્દીઓની સૌથી મોટી સમસ્યા એ તેમની એકલતા છે, કારણ કે, હોસ્પિટલોમાં દર્દીને એકલા રહેવું પડે છે. ત્યાં ડોકટરો અને હોસ્પિટલના કર્મચારીઓ પણ દર્દીઓ સાથે વોર્ડમાં ઓછો સમય વિતાવે છે. તેથી તેઓ ટૂંક સમયમાં કંટાળા અને નિરાશાથી ભરાઇ જાય છે. હોસ્પિટલોમાં કર્મચારીઓની અછતને કારણે, દર્દીઓની સંભાળ રાખી શકતા નથી. આ જ કારણે દિલ્હી સરકારી હોસ્પિટલોની પરિસ્થીતીના ઘણી તસવીરો સામે આવી છે. આને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે હવે નિર્ણય લીધો છે કે, જો દર્દીના પરિવારમાંથી કોઈ હોસ્પિટલમાં દર્દી સાથે રહેવા માગે છે, તો તે વ્યક્તિને એટેન્ડન્ટ તરીકેની મંજૂરી આપી શકાય છે.

કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર, દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે પરિવારના સભ્યો રહી શકશે

તમામ કોરોના વોર્ડમાં સીસીટીવી લગાવવામાં આવશે...

આ સાથે દિલ્હી આરોગ્ય વિભાગે તેની તમામ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોને તમામ વોર્ડમાં સીસીટીવી લગાવવા નિર્દેશ આપ્યો છે. આ માટે જાહેર બાંધકામ વિભાગને સુચના આપવામાં આવી છે. આ સાથે આ હોસ્પિટલોને પણ સુચના આપવામાં આવી છે કે, તેઓ કોઈપણ તપાસ અધિકારી માગ કરે તો તેમને સીસીટીવીના ફૂટેજ બતાવવા પડશે.

ABOUT THE AUTHOR

...view details