ગુરૂનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના ચહેરા પર ઈજાના નિશાન પર પટ્ટી લગાવેલી નજરે પડે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુરૂ રંધાવાની સાથે મારપીટ થઈ હતી. પરંતુ, આ બાબતને લઈ ગુરુ રંધાવા અને તેની ટીમ તરફથી કોઈ પણ નિવેદન સામે આવ્યુ નથી.
પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડામાં હુમલો - ગુરૂ રંધાવા
મુંબઇ: પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા હાલ કેનેડાના પ્રવાસે છે. ત્યાં રંધાવા ક્વીન એલિઝાબેથ થિયેટરમાં પોતાનો શૉ કરી રહ્યાં હતાં. શૉ પુરો થતા અજાણ્યા વ્યક્તીએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં તે ઘાયલ થયા હતાં. જો કે, હાલમાં તે હવે ખતરાથી બહાર છે.
પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડામાં હુમલો
જ્યારે તેના મિત્ર પ્રીત હરપાલે રંધાવાને લઈને એક પોસ્ટ લખી અને તે જ ફોટો શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જણાવી દઈએ કે ગુરૂ રંધાવા બોલીવૂડમાં પણ પોપ્યુલર સિંગર છે. હિંન્દી ફિલ્મોમાં તે પટોલા, સૂટ સૂટ, બન જા રાની અને મોરની બનકે સિવાય ધણા સુપરહિટ પંજાબી ગીત ગાઈ ચૂક્યો છે. દેશ જ નહીં દુનિયાભરમાં ગુરૂ રંધાવાના લાખો ફેન્સ છે.