ગુજરાત

gujarat

ETV Bharat / bharat

9/11: આંતકવાદી હુમલાના 18 વર્ષ બાદ અફઘાનિસ્તાનના અમેરિકી દૂતાવાસ પર હુમલો - Kabul

કાબુલઃ અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આજે 18 વર્ષ બાદ ફરી એક વખત આ જ દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકા દૂતાવાસ પર રોકેટ દ્વારા હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.

etv bharat

By

Published : Sep 11, 2019, 2:39 PM IST

મળતી માહિતી પ્રમાણે, મોડી રાત્રે મધ્ય કાબુલમાં અચાનક ધુમાડો ફેલાયો અને સાયરનનો અવાજ સંભળાયો હતો. દૂતાવાસના કર્મચારીઓને માહિતી મળી કે, પરિસરમાં રોકેટ દ્વારા હુમલો કરાયો છે. આ ઘટના વિશે અફઘાનિસ્તાનના અધિકારીઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. નાટો મિશને કોઇ હતાહત થયાની પુષ્ટિ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે તાલિબાન સાથે શાંતિવાર્તા સમાપ્ત કર્યા બાદ અમેરિકી દુતાહાસમાં આ પ્રથમ હુમલો છે.

ઉલ્લેખનીય છે કે, 11 સપ્ટેમ્બર 2001ના રોજ અલકાયદા આતંકી સંગઠનના પ્રમુખ ઓસામા બિન લાદેને અમેરિકા પર આતંકવાદી હુમલો કર્યો હતો. જે બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પતન થયું હતું. આજે આ ઘટનાના 18 વર્ષ બાદ પણ 14000 અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનમાં તૈનાત છે.

ABOUT THE AUTHOR

...view details