ગુજરાત

gujarat

ETV Bharat / bharat

J-K: પુલવામામાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ કર્યો હુમલો, 1 જવાન ઇજાગ્રસ્ત - Jammu and Kashmir News

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે CRPF કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો પર ગ્રેનેડ આતંકવાદીઓએ કર્યો હુમલો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો પર ગ્રેનેડ આતંકવાદીઓએ કર્યો હુમલો

By

Published : Oct 18, 2020, 2:48 PM IST

  • જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો
  • આંતકવાદીઓએ CRPFના કેમ્પ પર કર્યો હુમલો
  • એક જવાન ઈજાગ્રસ્ત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ શહેરમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

આ હુમલામાં CRPFનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે ખીણમાં અવારનવાર ઘર્ષણ થતું રહે છે. સેના દેશના દુશ્મનોને યોગ્ય જવાબ આપી રહી છે. બીજી તરફ, ઘણા આતંકવાદી સંગઠનો સૈન્યને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, સૈન્ય આ હુમલાને યોગ્ય જવાબ આપે છે.

ABOUT THE AUTHOR

...view details