નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પત્રકાર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓ બાઈક રોકીને તેના પર હુમલો કર્યો હતો. હાલ, આ મામલે ચુસ્ત તપાસના આદેશ કરાયા છે.
CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે, પત્રકારની સાથે તેની દીકરી છે. જે પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડી રહી છે. પણ આરોપી માનવતા નેવે મૂકીને તેમના પર સતત હુમલો કરતા રહે છે અને આખરે પત્રકાર પર ગોળી ચલાવે છે. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચે છે.
ઘટના સંદર્ભે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તરપ્રદેશ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં હતા. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, 'ગાઝિયાબાદ NCRમાં છે. જો અહીં કાયદા વ્યવસ્થાની આવી કફોડી હાલત છે. તો તમે યૂપીના કાયદા વ્યવ્થાનો અંદાજો લાગવી શકો છો. કે, ત્યાં કેવી હાલત હશે. ' એક પત્રકારને એટલે ગોળી મારી કારણ કે, તેણે પોતાની ભત્રીજી સાથે થયેલી છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આ UPએવો ગુંડારાજ ચાલી રહ્યો છે. જ્યાં સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે.
મળતી માહિતી પ્રમાણે, આરોપી નશીલા પદાર્શનો ધંધો કરે છે. જ્યારે પત્રકારે તેમના કાળા કામોની ફરિયાદ પોલીસ કરી, તો તેમણે પત્રકારને તેની દીકરીની સામે ગોળી મારી હત્યા કરી દીધી.