અલીગઢ, ઉત્તર પ્રદેશઃ CAA, NRCના વિરોધમાં AMUમાં 15 ડિસેમ્બર 2019ના રોજ થયેલા વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી એક્ટિવિસ્ટ શરજિલ ઉસ્માનીની એટીએસ દ્વારા આઝમગઢથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસએ અલીગઢ પોલીસને ધરપકડ અંગેની માહિતી આપી છે. અલીગઢ પોલીસ વિદ્યાર્થી નેતાને લેવા આઝમગઢ જવા રવાના થઈ છે. 15 ડિસેમ્બર, 2019ના રોજ, એએમયુમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં શરજિલ ઉસ્માની સામે પોલીસ સિવિલ લાઇનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં એએમયુના વિદ્યાર્થી નેતા આમિર મિન્ટો અને કેબિનેટના પૂર્વ સભ્ય ફરહાન ઝુબૈરીની ધરપકડ કરી છે.
દિલ્હી શૂટર શાહરુખને 'મુજાહિદ' કહેનારા શરજિલ ઉસ્માનીની ATSએ કરી ધરપકડ - delhi shooter shahrukh
CAA, NRCના વિરોધમાં AMUમાં 15 ડિસેમ્બર 2019ના રોજ થયેલા વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી એક્ટિવિસ્ટ શરજિલ ઉસ્માનીની એટીએસ દ્વારા આઝમગઢથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસએ અલીગઢ પોલીસને ધરપકડ અંગેની માહિતી આપી છે.
શરજિલ ઉસ્માની પર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 15 ડિસેમ્બર 2019ના રોજ યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ઉકસાવવાનો આરોપ છે. વિદ્યાર્થીઓને ઉશ્કેરતા નિવેદનો અને ભડકાવવા માટે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, એટીએસ દ્વારા આઝમગઢથી શરજિલની ધરપકડ કરવામાં આવી છે. અલીગઢ પોલીસ શરજિલને લેવા આઝમગઢ ગઈ છે. આ ઘટનાની પુષ્ટિ એસપી ક્રાઈન અરવિંદ કુમારે કરી છે. લોકડાઉનને કારણે શરજિલની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં અસમર્થ હતી. હવે શરજિલની ધરપકડ થતાં પોલીસ 15મી ડિસેમ્બરે થયેલા વિરોધ પ્રદર્શન અંગે સઘન તપાસ કરશે.
15 ડિસેમ્બર 2019ના રોજ, CAA, NRCના વિરોધમાં એએમયુમાં હોબાળો થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટનામાં અડધો ડઝનથી વધુ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શરજિલ ઉસ્માનીની ધરપકડથી સોશિયલ મીડિયા પર નિંદા કરવામાં આવી રહી છે.