ગુજરાત

gujarat

ETV Bharat / bharat

10 વર્ષની કેસરીના આ કામથી મુખ્યપ્રધાન પણ પ્રભાવિત ! - છત્તીસગઢના તાજા સમાચાર

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરને પૉલિથીન મુક્ત કરવા માટે એક નાની બાળકી મહત્વનું યોગદાન આપી રહી છે. આ બાળકી પોતાના નાના અને નાજુક હાથ દ્વારા મશીન ચલાવીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે.

કપડાની થેલી સીવી આપે છે સંદેશ

By

Published : Oct 14, 2019, 12:42 PM IST

રાયપુરની કેસરી રમવાની ઉમરમાં સ્વચ્છતાનો સંદેશ આપી રહીં છે. અને પૉલિથીન ઉપયોગ ટાળવા લોકોને જાગૃત કરી રહી છે. સાફ સફાઈ સાથે સામાન્ય લોકો પર્યાવરણ અંગે પણ સજાગ થઇ શકે તે માટે તે પ્રયત્ન કરી રહી છે. વાંચવા-લખવાની ઉમરમાં કેસરીએ સિલાઈ મશીનને પોતાનું હથિયાર બનાવ્યુ છે. લોકો થેલીનો ઉપયોગ કરી શકે અને શહેર પ્રદુષિત થતાં બચી શકે તે માટે તે કપડાની થેલી સીવીને લોકોને આપી રહી છે.

કપડાની થેલીનો ઉપયોગ કરવા બાળકી વિનંતી કરે છે
જ્યારે બાળકીને પૂછવામાં આવ્યું કે એટલી નાની ઉમરે થેલી કેમ સીવે છે, તો તેનો જવાબ હતો કે તે રાયપુરને પૉલીથિન મુક્ત કરવા માટે હું આ કામ કરૂં છું. પૉલીથિનથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવે છે. ગાય એને ખાઇને બીમાર પડે છે. માટે હું લોકોને પૉલીથિનની જગ્યાએ કપડાની થેલીનો ઉપયોગ કરવાની વિનંતી કરૂં છું.

નાનકડી દુકાનમાં કરે છે કામ
કેસરી રાયપુરમાં રહેનાર એક સામાન્ય પરિવારની દિકરી છે. કેસરીના પિતાનું નામ રામખિલાવાન દેવાંગન અને માં નું નામ મંજૂ દેવાંગન છે. આ સમગ્ર પરિવાર નાની દુકાનમાં કપડાની થેલી સીવીને વેચવાનું કામ કરે છે. એમના આ કામમાં કેસરી પણ સહયોગ આપે છે. કેસરી પોતાના નાજૂક હાથોથી મશીન ચલાવીને થેલી સીવે છે અને તેને વેચે છે.

10 વર્ષની કેસરીના આ કામથી મુખ્યપ્રધાન પણ પ્રભાવિત !

CM પણ કેસરીના અભિયાનથી પ્રભાવિત
આ બાળકી ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ પોતાના નાના-નાના નાજુક હાથોથી થેલી સીવીને લોકોને વિનંતી કરે કે, પ્લાસ્ટિકની જગ્યાએ કપડામાંથી બનાવેલ થેલીનો ઉપયોગ કરો. કેસરીના આ અભિયાનને મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે પણ સમર્થન આપ્યું અને જરૂરી તમામ મદદ કરવાની બાહેંધરી આપી છે.

CMએ સોશ્યલ મીડિયામાં કર્યો કેસરીનો ઉલ્લેખ
મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે સોશ્યલ મીડિયામાં કેસરીના આ કામનો ઉલ્લેખ કર્યો છે. એવામાં સ્વચ્છતા સૈન્ય નાની કેસરીના નિર્ણયથી સમાજના દરેક વર્ગને શીખવાની જરૂર છે. જે બેધડક પૉલીથિનનો ઉપયોગ કરે છે.

ABOUT THE AUTHOR

...view details