- મેષ
આજે આપને ગુસ્સો કાબૂમાં રાખવા માટે ખાસ ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહેવાની શક્યતા પણ છે. મનની અસ્વસ્થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. આવી સ્થિતિમાં કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાથી તમને થોડી હળવાશનો અહેસાસ થશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી -ધંધાના સ્થળે તેમજ પરિવારમાં મનદુ:ખ થાય તેવા સંજોગો ટાળવા.
- વૃષભ
કાર્ય સફળતામાં વિલંબ ટાળવા માટે વધુ મહેનત અને સમય આપવાની તૈયારી રાખજો. પ્રવાસ અથવા લાંબી ટૂરનું આયોજન શક્ય હોય ત્યાં સુધી ટાળવું. નવું કાર્ય આરંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાનમાં સંભાળવું. યોગ ધ્યાનથી આપ માનસિક સ્વસ્થતા જાળવી શકશો.
- મિથુન
આજે આપ મોજશોખ અને મનોરંજનમાં રૂચિ કેળવશો. પરિવારજનો, મિત્રો, પ્રિયજનો સાથે બહાર જવાનું થાય. જાહેર જીવનમાં આપના માનપાન વધશે. આપ વિજાતીય લોકોથી આકર્ષાશો. આપના જીવનમાં કોઇ પ્રણય પ્રસંગની શરૂઆત થઇ શકે. જાહેરમાં માન પ્રતિષ્ઠા મેળવી શકશો. આપ દાન ઘર્મ પણ કરી શકશો.
- કર્ક
આપનો આજનો દિવસ આનંદ અને સફળતાનો બની રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. આપની હાથ નીચે કામ કરતા લોકો તેમ જ મોસાળથી આપ લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય લાભ થઇ શકે. આપ જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશો. આપના વિરોધીઓ સામે આપ વિજય મેળવી શકશો.
- સિંહ
આપને સાહિત્યમાં કંઇક નવીન સર્જન કરવાની પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ હોવાથી તેઓ અભ્યાસમાં સફળતા મેળવી શકશે. પ્રેમમાં સફળતા મળે. પ્રિયજનને મળીને આપને ખુશી અનુભવાશે. સ્ત્રી મિત્રોની મદદ મેળવી શકશો. આપની તંદુરસ્તી સારી રહેશે. આપ ધર્મ અને લોકહિતના કાર્યો કરશો.
- કન્યા
આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. પરિવાર પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. નોકરી અને વ્યવસાયના સ્થળે ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. પ્રવાસની શક્યતા છે. ધનખર્ચ થાય.
- તુલા