મેષઃ આજે આપ આર્થિક મોરચે નિશ્ચિંત રહેશો. લગ્નોત્સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આપ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. મધ્યાહન પછી આપની માનસિક એકાગ્રતા ઓછી રહે. સ્વાસ્થ્યની કાળજી લેવી. સ્વજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે સહકારની ભાવના વધારવી પડશે અને તેમને આદર પણ આપવો પડશે. સંબંધોમાં ગેરસમજ ટાળવી તેમજ અકસ્માતથી બચતા રહેવું. નાણાંનો વ્યય ટાળવા માટે ખર્ચ પર ચાંપતી નજર રાખવી.
વૃષભઃઆજે આપ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત હશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આપના કામની કદર થાય. ઉપરીઓ ખુશ રહે. બપોર પછી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળે. પત્ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આપના માન પ્રતિષ્ઠા વધશે
મિથુનઃઆપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં ઉતરવું નહીં. વધારે પડતો ધનખર્ચ ટાળવા માટે અગાથઉ. સંતાનો માટે વધુ સમય ફાળવવાનો પ્રયાસ કરવો. મધ્યાહન બાદ આપના કાર્યો પાર પડવાથી ખુશી અનુભવશો. નોકરી વ્યવસાયના સ્થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આપની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.
કર્કઃઆજે મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્મરણ અને આધ્યાત્મિક વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. ગુસ્સાને વશમાં રાખવો પડશે. નૈતિક કૃત્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. જરૂર મુજબ પૈસાની અગાઉથી જોગવાઈ રાખવી. બપોર પછી તનની સ્વસ્થતા ઓછી રહે પરંતુ મનની સ્વસ્થતા પાછી મેળવી શકશો. મોજશોખ પાછળ ખર્ચ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. વિદેશથી સમાચાર પ્રાપ્ત થાય. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે.
સિંહઃ આપને આજે મોજશોખ અને મનોરંજનના તમામ સાધનો ઉપલબ્ઘ થશે. તેથી મિત્રો અને સગાં- સ્નેહીઓ સાથે તેની મોજ માણવામાં વ્યસ્ત રહેશો. વિજાતીય વ્યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આપ ઉઠાવી શકશો. પરંતુ બપોર પછી વધુ પડતા વિચારોને કારણે આપ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્વસ્થતા હરી લેશે. આ સમયે બોલવા પર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.
કન્યાઃ આપનો આજનો દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. યશકિર્તીમાં વધારો થાય. પરિવારનો માહોલ ખુબ સારો રહે. આપ તન- મનથી તાજગી અને સ્વસ્થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. મધ્યાહન બાદ પ્રણય અને રોમાન્સ આપની સાંજને રંગીન બનાવશે. વિજાતીય પાત્રોની સંગતને માણશો ભાવતા ભોજનનો આસ્વાદ માણશો. દંપતીઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.