ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - gujaratinews

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

today astrology
રાશિફળ

By

Published : Sep 5, 2020, 6:41 AM IST

મેષ :ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્‍યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્‍નેહીજનના સારા સમાચાર મળે.

વૃષભ:વેપારમાં વૃદ્ધિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દાંપત્‍યજીવનમાં સંતોષ અને આનંદ રહે. પર્યટનનું આયોજન થાય પરંતુ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્‍માન પ્રાપ્‍ત થાય. લગ્‍નયોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.

મિથુન:શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં આપની મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્‍ઠા વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. પિતાથી લાભ થાય. સરકારી કાર્યો પૂર્ણ થવામાં સરળતા રહેશે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદ અનુભવશો.

કર્ક:આજે આપની ભાગ્‍યવૃદ્ધિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્‍છનારના પ્રયાસોમાં હજુ અવરોધો આવશે પરંતુ વિદેશથી સારા સમાચાર આવે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય. કુટુંબીજનો અને સહોદરો સાથે સુખમય દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ લાભ મળશે.

સિંહ:આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આપનું વલણ ન્‍યાયપૂર્ણ રહેશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય.

કન્યા:આજના દિવસે નવા કાર્યનો આરંભ ના કરવો. આરોગ્‍યની પણ કાળજી લેવી. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વધારે રહે તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ના થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. કોઈની સાથે ઝગડો અને વિવાદ ટાળવા.

તુલા:આપનો આજનો દિવસ મોજશોખ કે આનંદપ્રમોદમાં પસાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આપશે. મિત્રો અને પ્રિયપાત્રો આપના પ્રવાસના આનંદને દ્વિગુ‍ણિત કરશે. નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્‍ત્રઅલંકારો પરિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્‍તી સારી રહે. જાહેર માન- સન્‍માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે.

વૃશ્ચિક:આજે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળવાની સલાહ આપવામાં આવે છે, આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. તમારી પ્રતિષ્ઠા વધારવાની વધુ પડતી ઝંખના રાખવાના બદલે યથાસ્થિતિ જાળવી રાખશો તો વધુ ફાયદામાં રહેશો. જોકે નાણાકીય આયોજન માટે સમય સારો છે. બૌદ્ધિક ચર્ચા કે વાદ- વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવાની સલાહ છે. શેર સટ્ટાનું પ્રલોભન નુકસાન પહોંચાડી શકે છે.

ધન:આજે આપને વધુ પડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી અતિ લાગણીશીલ થવાનું ટાળજો અને દરેક બાબતને વ્યવહારુ અભિગમથી જોવી. આરોગ્‍યની બાબતમાં પણ આજનો દિવસ થોડી કાળજી લેવી પડશે તેવા સંજોગો બની રહ્યા છે. અનિદ્રાની તકલીફ હોય તો અત્યારે આરામ પર વધુ ધ્યાન આપવું.

મકર:આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્‍હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્‍વસ્‍થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્‍વજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે. વિદ્યાર્થીઓને જ્વલંત સિદ્ધિ હાંસલ થશે.

કુંભ:મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. અગત્‍યના નિર્ણયો લેવામાં આજે જરૂર પડે તો બીજાની સલાહ લઈ શકો છો. વાણી પર સંયમ રાખશો તો કુટુંબીજનો સાથે કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ ટાળવી શકશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્‍યની પણ સંભાળ લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ સમય છે. નકારાત્‍મક વિચારો મનમાંથી હટાવી દેવાની સલાહ છે.

મીન:આનંદ ઉત્‍સાહ ભર્યો દિવસ રહે. કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગનું આયોજન થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે શુભ દિવસ છે. સગાં સ્‍નેહીઓ અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તેમની સાથે બહાર ભોજન લેવાનો કે તેમની સાથે કોઇપણ પ્રકારે સારો સમય પસાર કરવાનો પ્રસંગ ઉભો થાય. પ્રવાસ યાત્રા શક્ય બને. ધન લાભ થાય. તન મનથી પ્રફુલ્લિત રહેશો. આશીર્વાદી આપની સાથે છે.

ABOUT THE AUTHOR

...view details