મેષ : આજે આપનું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વળશે અને સાંસારિક બાબતો બાજુ પર રહી જશે. રહસ્યોથી ભરપૂર ગૂઢ વિદ્યાઓ તરફ પણ આપનો ઝુકાવ વધશે. ઊંડાણપૂર્વકનું ચિંતન આપને કંઇક અદભૂત અનુભવ કરાવશે. વાણી પર અંકુશ રાખશો તો ઘણાં મતભેદને ટાળી શકશો. અચાનક આર્થિક લાભ થઇ શકે. વિરોધીઓથી સંભાળવું પડશે. આજે કોઇ નવા કામની શરૂઆત ન કરવા સલાહ છે .
વૃષભ : આપ પરિવારજનો સાથે તેમજ દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરી શકશો. નિકટના સ્વજનો તેમજ મિત્રો સાથે આપ સ્વાદિષ્ટ ભોજન માણશો. નાના પ્રવાસની યોજના બની શકે. આપનું આરોગ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદેશમાં કે દૂર રહેતા સંબંધીઓ તરફથી સમાચાર મળતા આનંદ અનુભવશો. ભાગીદારીથી ફાયદો થાય તેમ જ આપની પ્રતિષ્ઠામાં વધારો થાય.
મિથુન : અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્ય લોકો સાથેની વાતચીત દરમ્યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.
કર્ક : સ્વસ્થ ચિત્તથી દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી સાચવવું પડશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે સુલેહ માટે તમારે કેટલીક બાબતોમાં નમતું જોખવાની તૈયારી રાખવી પડશે. વિજાતીય પાત્ર તરફનું વધુ પડતું આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ ભરેલા છે.
સિંહ : આજે પરિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે વાણી અને વર્તનમાં વિનમ્રતા અને પારદર્શકતા રાખવી. માતા સાથે વધુ સમય વિતાવવો અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સેવા કરવી. મનમાં નકારાત્મક વિચારો આવતા અસ્વસ્થતા વધી શકે છે માટે આવા વિચારો છોડીને ધાર્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો. જમીન, વાહન, મકાન વગેરેના દસ્તાવેજો પર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે.
કન્યા : તન- મનનું સ્વાસ્થ્ય જળવાશે, સાથે સાથે આપ લાગણીભર્યા સંબંધોથી દ્રવીભૂત થશો. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર થાય. અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્ફળ નીવડે. ભાગ્યવૃદ્ધિના યોગ એમ છતા કોઇપણ કાર્યમાં અવિચારી પગલાંથી નુકસાન થઇ શકે છે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.