વૃષભ : વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. તેઓ નવાં આયોજનો હાથ ધરી શકશે. ઉપરાંત વ્યવસાયમાં નાણાંકીય લાભ પણ મેળવી શકશે. વિદેશ વસતા મિત્ર કે સ્વજનના સમાચાર આપને ભાવવિભોર કરશે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે. યાત્રાધામની મુલાકાત પણ સંભવિત બને. વધુ પડતા કામનો બોજ થાક અને કંટાળાનો અનુભવ કરાવશે.
મિથુન : આજે દરેક કાર્યોમાં અને લોકો સાથે વર્તનમાં સાવધાનીપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. ક્રોધને અંકુશમાં રાખવાની સલાહ છે. મગજ શાંત રાખવું. આજે કોઈપણ ખોટા કાર્યોથી અંતર રાખવું. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે પુરતો આરામ અને સમયસર ભોજન લેવાની સલાહ છે. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. વધારે પડતો ખર્ચ થવાથી આર્થિક તંગી અનુભવાય. ઇશ્વરની આરાધના કે જાપ કરવાથી મનને શાંતિ મળે.
કર્ક : આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર પર્યટન થાય. સમાજમાં આપનું માન- સન્માન વધે.
સિંહ : આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનાર હશે. ઘરમાં પરિવારના સભ્યો સાથે આજે સંભાળીને વર્તવું. જેથી સંઘર્ષ ટાળી શકાય. રોજિંદા કામોમાં પણ કંઇક નડતર આવ્યા કરે જેના કારણે કામો વિલંબથી થાય. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં. આજે વધુ પરિશ્રમ કર્યા બાદ પણ ફળ ધાર્યા મુજબ ન મળે તો પણ મન પર ના લેવાની સલાહ છે. બીજા લોકો પર વહેમ અને શંકાઓમાં પડવું નહીં. શત્રુઓથી સાવચેત રહેવું. માતૃપક્ષ સંબંધિત બાબતોમાં વધુ સમય આપવો પડશે.
કન્યા : ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે મુલાકાત થાય.
તુલા : આજે આપ વધુ પડતા લાગણીશીલ હોવાને કારણે આપનું મન ઉચાટ અનુભવશે. માતા સાથે વધુ સમય વિતાવવાની તેમજ તેમને વધુ આદર આપવાની સલાહ છે. પ્રવાસ માટે સમય અનુકૂળ જણાતો નથી. આપે કુટુંબ અને મિલકત કે જમીનને લગતી બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે તેમ જ પાણીથી પણ ચેતવુ પડશે.
વૃશ્ચિક : આપ આજનો દિવસ ખુશખુશાલ રીતે પસાર કરશો. નવા કાર્યની શરૂઆત કરશો. ઘરમાં ભાઇબહેનો સાથે સુમેળ રહેશે. સ્વજનો અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. નાનકડા પ્રવાસનો યોગ છે. આજે આપના કાર્યો સફળ થશે. ભાગ્યમાં લાભદાયી પરિવર્તન આવશે. દુશ્મનો અને હરીફો તેમની ચાલમાં નાકામિયાબ રહે. આપની લોકપ્રિયતામાં વધારો થાય.
ધન : આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. આપના મનમાં કોઇપણ નિર્ણય અંગે અસમંજસ પેદા થાય. જેથી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકો નહીં. મનની વ્યગ્રતા દૂર કરવા કામની સાથે મોજશોખ અથવા મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાના પ્રસંગો ટાળવા માટે વર્તનમાં વિનમ્રતા કેળવવી પડશે. કાર્યોમાં ધાર્યા મુજબની સફળતા મેળવવા મહેનત વધારજો. આપના કાર્યભાર અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી ખોટો ધનખર્ચ ટાળવો.