મેષ :આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં પસાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્યક્તિઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. તમને વારંવાર પ્રવાસ ખેડવાની ઇચ્છા થઇ શકે છે. અપરિણિતો માટે લગ્ન યોગ છે.
વૃષભ :નોકરી વ્યવસાયના સ્થળે પદોન્નતિના સમાચાર મળે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધુરાં કાર્યો પૂર્ણ થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્તી જળવાશે. ધન અને માન સન્માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.
મિથુન :આજે આપને થોડી પ્રતિકૂળતા અને થોડી અનુકૂળતાનો અનુભવ થશે. ખાસ કરીને તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્સાહ મંદ રહે. જોકે તમે કામના પ્રમાણમાં આરામ પર ધ્યાન આપશો અને કામની વહેંચણી કરવાનું રાખશો તો આ સ્થિતિથી બચી શકો છો. નોકરી ધંધાના સ્થળે પણ સાથી કર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ પાસેથી વધુ પડતા સહકારની અપેક્ષા રાખવાના બદલે આત્મબળે આગળ વધવાનો આગ્રહ રાખવો. સંતાનો અંગેના કોઈપણ પ્રશ્નો વ્યૂહાત્મક રીતે અને શાંતિ તેમજ ધીરજથી ઉકેલવા પડશે.
કર્ક :તન-મનની અસ્વસ્થતા અને નિષેધાત્મક વિચારો દૂર કરને આજના દિવસે તમે મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિઓમાં રુચિ લેશો તો આવનારી સમસ્યાને અગાઉથી જ ટાળી શકશો. દરેક બાબતે રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપે ક્રોધને વશમાં રાખવો પડશે. આર્થિક ખર્ચ અનુભવશો પરંતુ પૂર્વાયોજન હશે તો વાંધો નહીં આવે. પરિવારમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ટાળવી.
સિંહ :આજના દિવસે આપ મનોરંજનમાં સમય પસાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.
કન્યા :આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્થપાય, જેથી મન પ્રસન્ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્ય જળવાય. માંદા માણસોના આરોગ્યમાં સુધારો થાય. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રે પણ બધાનો સાથ સહકાર મળી રહેશે. હરીફો સાથેનો પડકાર ઝીલવામાં સફળતા મળશે.