ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

cx
cx

By

Published : Oct 27, 2020, 6:35 AM IST

Updated : Oct 27, 2020, 8:11 AM IST

મેષ :આપનો આજનો દિવસ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વીતશે. તેમની પાછળ ધનખર્ચ પણ કરવો પડે. આપના મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. આ મિત્રતા આપને ભવિષ્‍યમાં લાભકારક નીવડે. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં આપને સફળતા મળે. વડીલો કે પૂજનીય વ્‍યક્તિઓને મળવાનું થાય. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર મળે અથવા તેમને મળવાનું થાય. અણધાર્યા ધનલાભથી આનંદ થાય. પ્રવાસ- પર્યટનનું આયોજન થાય.


વૃષભ :આજે આપ નવા કામની શરૂઆત કરી શકશો. નોકરી કરનારા લોકો માટે દિવસ સારો છે, તેમની આવક વધે અને નોકરીમાં બઢતી મળે તેવી પણ શક્યતા છે. આપ સરકાર તરફથી પણ લાભ મેળવી શકશો. આપના લગ્નજીવનમાં સુમેળ જળવાઇ રહેશે. ઉપરી અધિકારીઓ આપના કામની સરાહના કરીને આપનો ઉત્સાહ વધારશે. જે કાર્યો વિલંબમાં પડ્યા હોય તે પુરા કરી શકશો. પતિ-પત્નીના સંબંધો વધુ ગાઢ બને.


મિથુન :આજના દિવસે આપને કોઇક કારણસર મનમાં ચિંતાનું પ્રમાણ રહેશે. શરીરમાં થોડો થાક, આળસ અને અશક્તિ રહેવાથી કામ કરવામાં ઉત્‍સાહનું પ્રમાણ ઓછું રહેશે. પેટના દર્દો હોય તેવા જાતકોએ અગાઉથી સાવચેતી વધારવી પડશે. નાણાંનો અપવ્‍યય ના થાય તે માટે કોઈપણ ખર્ચ કે રોકાણમાં સાવચેતી વધારજો. વ્‍યવસાયમાં થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવાની તૈયારી રાખવી. સહકર્મચારીઓનો સાથ સહકાર અપેક્ષા કરતા ઓછો મળે. વિરોધીઓ તેમજ હરીફો સાથે શક્ય હોય ત્યાં સુધી ચર્ચામાં ઊંડા ઉતરવું નહીં. સંતાનોનાં આરોગ્‍યની વધુ કાળજી લેવી પડશે તેમજ આજે કોઇપણ કાર્ય શરૂ કરો તો તેમાં સફળતા ઓછી અથવા વિલંબથઈ મળી શકે છે. રાજકીય પ્રશ્નો હાલમાં ઉકેલાય તેવી આશા ઓછી છે.


કર્ક :મનનું નકારાત્‍મક વલણ છોડીને દરેક કાર્યમાં અથવા દરેક વ્યક્તિ સાથે વ્યવહારમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધજો. બહારનું ખાવા પીવાના કારણે તંદુરસ્‍તીને વિપરિત અસર પડી શકે છે માટે સ્વાદના ચટાકા લેવાનું ટાળજો. ક્રોધને અંકુશમાં રાખી શક્ય હોય ત્યાં સુધી રમૂજી રહેવું. પરિવારના સભ્‍યો સાથે શાંતિ અને વિનમ્રતાથી વર્તન કરવું. નવા સંબંધોની શરૂઆત કરવામાં અતિ ઉતાવળ કરવી નહીં. નાણાંની ખેંચ અનુભવવી પડે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.


સિંહ :આજે આપના દાંપત્‍યજીવનમાં નજીવી બાબતમાં પારસ્પરિક સહકાર વધારવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી તમારા સાથીને વધુ સમય આપવો. પતિ- પત્‍ની બંનેને એકબીજાના સ્વાસ્થ્યની સંભાળ લેવાની ટકોર કરવામાં આવે છે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. જાહેરજીવનમાં ખોટુ કામ કરવાથી દૂર રહેજો અન્યથા તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે.


કન્યા :પરિવારમાં આનંદ ઉત્‍સાહનું વાતવારણ પ્રવર્તતું હોવાથી આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. આરોગ્‍ય જળવાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતાં રાહત અનુભવે. કાર્યમાં સફળતા અને યશ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયરૂપ થાય વેપાર ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓના હાથ હેઠા પડે. મોસાળમાંથી શુભ સમાચાર મળે.


તુલા :આજે આપ આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આપને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે અને તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ પડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી આજના તમામ કાર્ય કરશો.


વૃશ્ચિક :આપને આજનો દિવસ શાંતિથી પસાર કરવાની સલાહ છે. શરીરનું આરોગ્‍ય સાચવવું પડશે તેમજ માનસિક શાંતિ અને ધીરજ જાળવવાની પણ સલાહ છે. માતાના સ્વાસ્થ્યની આજે વધુ સંભાળ લેવાની સલાહ છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ થતાં મનદુ:ખ થાય. સ્‍થાવર મિલકત વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સ્‍ત્રી વર્ગથી નુકસાન થવાની સંભાવના છે. જળાશયથી ભય રહે.


ધન :આજે આપ ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાના રંગે રંગાયેલા હશો. આપને આ અંગેના અભ્‍યાસમાં વધુ રસ પડે. ભાઇબહેનો સાથે સારો સુમેળ રહે. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો હોવાનું જણાઈ રહ્યું. મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે મિલાપ થાય. આજે આપને કાર્યમાં સફળતા મળે. પ્રતિસ્‍પર્ધીઓને મ્‍હાત કરી શકો. ટૂંકી મુસાફરીની શક્યતા છે. પ્રિયતમાનો સંગાથ મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. જાહેર માન- સન્‍માન મળે.


મકર :સંયમિતવાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. કુટુંબીજનો સાથે ગેરસમજ થાય તેવી કોઈપણ ચર્ચા અથવા વર્તનથી દૂર રહેવાની સલાહ છે. આરોગ્‍યની સંભાળ લેવી પડશે જેથી ભોજનની અતિશયોક્તિ ટાળવી અને પુરતી ઉંઘ લેવી. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય. ગૃહિણીઓ માનસિક અસંતોષની લાગણી અનુભવે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ઈચ્છિત પરિણામ માટે મહેનત વધારવી પડશે.


કુંભ :આપનો આજનો દિવસ શુભ ફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. આજે ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે આપનો સારો અનુભવ થાય. શારીરિક અને માનસિક પ્રસન્‍નતાથી આપ ખુશખુશાલ રહેશો. કુટુંબીજનો અને દોસ્‍તો સાથે બહાર ફરવા જાઓ તેમજ સુરૂચિપૂર્ણ ભોજન લો. તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આનંદ અનુભવશો. આજે કોઇ વિચારો અંગે ઉંડું ચિંતન કરી શકો. આધ્યાત્‍િમકતા પણ આજે આપને સ્‍પર્શી જાય. દાંપત્‍યજીવનનો આનંદ માણી શકશો.


મીન :આજે આપને જમીન કે કોર્ટ કચેરીના કામમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. મનની ઓછી એકાગ્રતાને કારણે કોઇ કામ મન લગાડીને કરી શકો નહીં. શારીરિક સ્‍વાસ્‍થ્‍યની વધુ સંભાળ લેવાની સલાહ છે. સ્‍વજનોથી આપનું અંતર વધી શકે છે. ધાર્મિક કાર્યો થાય. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ ટાળવો. નજીકનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્‍યાન રાખજો. કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવી. ગેરસમજ અને અકસ્‍માતથી બચવું.

Last Updated : Oct 27, 2020, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details