મેષઃઆપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.
વૃષભઃ વિદેશ જવા માંગતા હોય તેમના માટે અનુકૂળ સંજોગો સર્જાવામાં હજુ વાર લાગશે. વિદેશમાં વસતા મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી સારા સમાચાર મેળવી શકશો. વેપાર-ધંધામાં પણ આર્થિક લાભ થઇ શકશે. આપ નવા કાર્યો અને નવા આયોજનો હાથ ધરો તેવી શક્યતા છે. આપ લાંબો પ્રવાસ કરો તેવા યોગ જણાઇ રહ્યા છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થઇ શકશે. આપના સંતાનોની પણ પ્રગતિ થઇ શકશે. આપે આપના આરોગ્યની સંભાળ રાખવી પડશે.
મિથુનઃ સ્વભાવની આક્રમકતાને કારણે આપ પોતાનું નુકસાન કરી બેસો તેવી શક્યતા છે માટે આજે કોઈપણ સ્થિતિમાં ગુસ્સાને અંકુશમાં રાખવો. સ્વાસ્થ્ય સારું ન હોય તેમણે કોઇ નવી સારવાર પદ્ધતિ હમણાં ન અપનાવવી અથવા ઓપરેશન ટાળવું. આજે જાહેર જીવનમાં વધુ પડતું માન-સન્માન કે યશ મળવાની આશા રાખવી નહીં, તેના બદલે તમે પોતાની જીંદગીમાં મસ્ત રહેશો તો વધુ આનંદમાં રહી શકશો. કોઈની સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે માટે આર્થિક બાબતે અગાઉથી આયોજન કરવું. આ પરિસ્થિતિમાં ભગવાનના નામ સ્મરણથી આપના મનને શાંતિ મળશે.
કર્કઃ આજનો દિવસ સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આપના માટે લાભદાયી પુરવાર થશે. મોજશોખના સાધનો ઉત્તમ વસ્ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય પસાર થાય આ સાથે જ વિજાતીય વ્યક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો. દાંપત્યજીવનમાં ઉત્કટ પ્રેમની અનુભૂતિ થાય. ભાગીદારીમાં લાભ થાય. ટૂંકી મુસાફરીની પણ શક્યતા છે.
સિંહઃરોજબરોજના કામકાજ પૂરા થવામાં થોડો સમય લાગશે પરંતુ જો વધુ મહેનતે કરશો તો ધારણા અનુસાર ફળ મળી શકશે. નોકરીના સ્થળે વધુ કામની તૈયારી રાખવી પડશે. નવી જવાબદારી મળી શકે છે. સહકર્મીઓના ભરોસે બેસવું નહીં. મોસાળમાંથી કોઈક સમાચાર આવી શકે છે. વિરોધીઓના વિરોધનો સામનો કરવાની તૈયારી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષમાં ન ઉતરવાની સલાહ છે.
કન્યાઃ આજે આપને ચિંતા અને અજંપો દૂર કરવા માટે આપ્તજનો સાથે વધુ સમય વિતાવવાની અને મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. પેટને લગતી તકલીફો હોય તેમણે આજે ભોજનની અતિશયોક્તિ ટાળવી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખવા માટે વધુ પ્રયાસ કરવો પડે. મેડિટેશનનો સહારો લઈ શકો છો. બૌદ્ધિક ચર્ચાઓ અને વિચારણામાં હઠાગ્રહ છોડવો. પ્રિયજન સાથે મિલન-મુલાકાત થશે. આપ વિજાતીય પાત્ર તરફ આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.