મેષ :આપે આપના ગરમ મિજાજ અને જીદ પર અંકુશ રાખવાની જરૂર છે. આપને મહેનતના પ્રમાણમાં ફળ મળી રહેશે પરંતુ અચાનક ભાગ્યના દ્વાર ખુલે અને મોટો ફાયદો થઈ જાય તેવી આશા રાખવી નહીં. આપનું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે માટે ઋતુગત ફેરફારોની અસર સ્વાસ્થ્ય પર ના પડે તેનું ધ્યાન રાખવાની સલાહ છે. પ્રવાસની યોજના બનાવતા હોવ તો હાલ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. આપને બાળકો સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. સરકારી કામકાજમાં સફળતા મળી શકશે.
વૃષભ : આજે આપને કામમાં મળેલી સફળતામાં આપના આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળનો ફાળો ઘણો વધારે હશે. વિદ્યાર્થીઓનો રસ અભ્યાસમાં જળવાઇ રહેશે. આજે સરકારી કામકાજમાં આપ સફળતા મેળવી શકશો. સંતાનો પાછળ નાણાં વધુ પડતા ખર્ચાશે. કલાકારો તેમ જ ખેલાડીઓ ઘણી સારી રીતે પોતાની કલા કુશળતા બતાવી શકશે. સંપત્તિને લગતા કોઇપણ દસ્તાવેજો કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી.
મિથુન:દિવસનો પ્રારંભ જ સ્ફૂર્તિલો થશે.આપનું ભાગ્ય જોર કરતું લાગે. સતત બદલાતા વિચારોને કારણે આપ મુંઝવણમાં મુકાવ તેવી શક્યતા છે પરંતુ જો થોડી ધીરજ અને શાંતિ જાળવશો તો અત્યારે ઘણા મોટા નિર્ણય લઈ શકો છો. નવું કામ શરૂ કરી શકશો. મિત્રો, સગાવ્હાલા અને પડોશીઓ સાથેનો સંબંધ પણ ઘણો સારો રહેશે. આપને નાણાંકીય લાભ પણ થઇ શકે છે.
કર્ક :આજે આપને માનસિક અજંપો રહ્યા કરશે તેમ જણાઈ રહ્યું છે. કુટુંબીજનો સાથે મતભેદ કે મનદુઃખ થઇ શકશે. આપના ઘમંડને કારણે કોઇના દિલને ઠેસ પહોંચશે.વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. વધારે પડતો ખર્ચ થઇ શકે. આપના મનમાં અસંતોષ રહ્યા કરશે. આપે કોઇ ખોટા કામમાં ન પડવુ જોઇએ.
સિંહ : આપના આત્મ વિશ્વાસમાં વધારો થતા આપ ઝડપી નિર્ણય લઇને પ્રગતિ સાધશો. આપના માન-પાનમાં વધારો થશે. આપના ઉગ્ર વલણ અને વાણીને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી તમારે બોલવામાં ધીરજ અને વિનમ્રતા વધારવી પડશે. પિતા કે વડીલો દ્વારા કોઇ લાભ થશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરશે. દાંપત્યજીવનમાં મધુરતા ઉમેરાશે. આપના સરકારી કામકાજ જલ્દી પાર પડતા જશે.
કન્યા : આપના શરીર અને મનમાં અજંપો ટાળવા માટે શક્ય હોય ત્યાં સુધી રોજિંદા કાર્યોમાંથી નાનકડો વિરામ લઈને તમને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લો અથવા પરિવાર અને આપ્તજનો સાથે થોડો સમય વિતાવો. કોઇની સાથે વાદ-વિવાદ ટાળવા માટે તમારે અહમ કે સ્વામીત્વની ભાવના છોડવી પડશે. અચાનક મોટા ખર્ચ આવી શકે. લગ્ન જીવનમાં તણાવ ટાળવા માટે તમારા સાથીના મનની વાત સમજવાનો વધુ પ્રયાસ કરવો. શરીર અને મનનું સ્વાસ્થ્ય જળવાશે. તમારા હાથ નીચે કામ કરતા લોકોથી આપને તકલીફ થઇ શકે.