મેષ :આજે આપને ગુસ્સો કાબૂમાં રાખવા માટે ખાસ ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહેવાની શક્યતા પણ છે. મનની અસ્વસ્થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. આવી સ્થિતિમાં કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાથી તમને થોડી હળવાશનો અહેસાસ થશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી -ધંધાના સ્થળે તેમજ પરિવારમાં મનદુ:ખ થાય તેવા સંજોગો ટાળવા.
વૃષભ :કાર્ય સફળતામાં વિલંબ ટાળવા માટે વધુ મહેનત અને સમય આપવાની તૈયારી રાખજો. પ્રવાસ અથવા લાંબી ટૂરનું આયોજન શક્ય હોય ત્યાં સુધી ટાળવું. નવું કાર્ય આરંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાનમાં સંભાળવું. યોગ ધ્યાનથી આપ માનસિક સ્વસ્થતા જાળવી શકશો.
મિથુન :શારીરિક માનસિક તાજગી અને પ્રફુલ્લતાનો અનુભવ થશે. કુટુંબીજનો તેમજ મિત્રો સાથે પ્રવાસ પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માટેની તમામ સામગ્રી આજે આપને ઉપલબ્ઘ થશે. સુંદર વસ્ત્ર પરિધાન, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્ત થાય. દાંપત્યજીવનમાં રોમાંચક નિકટતા મહેસૂસ કરશો. વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષણ અનુભવાશે.
કર્ક :આપનો આજનો દિવસ આનંદ અને સફળતાનો બની રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. આપની હાથ નીચે કામ કરતા લોકો તેમ જ મોસાળથી આપ લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય લાભ થઇ શકે. આપ જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશો. આપના વિરોધીઓ સામે આપ વિજય મેળવી શકશો.
સિંહ :લેખન, સાહિત્યના ક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની આપને પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકશે. પ્રણયમાં સફળતા અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપનું મન હર્ષિત કરશે. સ્ત્રી મિત્રોનો સાથ સહકાર વધારે મળશે. શરીર સ્વાસ્થ્ય જળવાશે. આપ ધાર્મિક કે પરોપકારનું કાર્ય કરી ધન્યતા અનુભવશો.
કન્યા :આજે આપ થોડી પ્રતિકૂળતાઓ માટે તૈયાર રહેવું પડશે. આરોગ્ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે પરંતુ જો વૈચારિક સકારાત્મકતા રાખશો તો આવી કોઈપણ સ્થિતિથી બચી શકો છો. માતા સાથેના સંબંધોમાં સૌમ્ય રહેવાની સલાહ છે. સ્વજનો સાથે ઉગ્ર વાદવિવાદમાં પડવાના બદલે સહકારની ભાવના રાખવી. સ્વમાનભંગ તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. મકાન વાહન વગેરેની લે- વેંચ કે દસ્તાવેજો માટે અનુકૂળ સમય નથી. પાણીથી ભય રહે.