મેષ :આપનો દિવસ મિશ્રિત ફળદાયી નીવડશે. પરિવારજનો સાથે બેસીને આપ અગત્યની ચર્ચા વિચારણા કરશો. ઘરના રાચ રચીલાની અને ગોઠવણીમાં આપને પરિવર્તન કરવાનું મન થાય. ઓફિસ કે વ્યવસાયમાં ઉપરી અધિકારીઓ સાથે અગત્યના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થાય. આજે સરકારી લાભ મળવાની પણ શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે મુસાફરી કરવી પડે. કાર્યબોજ વધે. તબિયતમાં થાક સાથે થોડી અસ્વસ્થતા જણાય. માતાથી લાભ થવાની શક્યતા છે.
વૃષભ:આજનો દિવસ વેપારી વર્ગ માટે સારો જણાઇ રહ્યો છે. તેઓ નવી યોજનાઓ બનાવી શકશે. નવા વ્યવસાયમાં પણ તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. જેમના મિત્રો વિદેશમાં રહેતા હશે તેમના સમાચાર મળતા આનંદ અનુભવશો. આપે લાંબો પ્રવાસ ખેડવો પડે તેવી શક્યતા છે. આપ કોઇ ધાર્મિક સ્થળે દર્શન માટે જાવ તેવી પણ શક્યતા છે. કામના વધુ પડતા ભારણને કારણે આપ થાક અને કંટાળો અનુભવશો.
મિથુન:આજે આપને નિષેધાત્મક વિચારોથી વેગળા રહેવાની સલાહ આપવામાં આવે છે. નવા કાર્યનો આરંભ કે રોગપચાર માટે નવી સારવાર શરૂ કરવી હિતાવહ નથી. ગુસ્સાની લાગણીને કાબુમાં રાખી વ્યવહારુ અભિગમ અપનાવતા શીખવું પડશે. વધુ પડતો ખર્ચ આપને નાણાંભીડ કરાવી શકે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહવું. પરિવારજનો અથવા તો સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે જેટલો આત્મસંયમ રાખશો એટલા વધુ ફાયદામાં રહેશો. શક્ય તેટલા નિષેધાત્મક વિચારોથી દૂર રહેવું. તબિયત સંભાળવી. આધ્યાત્મ અને ઇશ્વરની પ્રાર્થનાથી રાહત મળે.
કર્ક:આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર પર્યટન થાય. સમાજમાં આપનું માન- સન્માન વધે.
સિંહ:આપનું મન આજના દિવસે નજીવી બાબતે પણ ચિંતાથી ઘેરાયેલું રહેશે. થોડીક ઉદાસીનવૃત્તિ અને શંકા તમારા મનને આજે હળવું નહીં રહેવા દે. કોઇક કારણસર આપની રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવે તો અકળાયા વગર ધીરજથી કામ લેવાની સલાહ છે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર આજે ઓછો મળે. ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. કરેલા કાર્યોનું વળતર મળવામાં પણ વિલંબ થઈ શકે છે.
કન્યા:વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક મહેનત માંગી લે તેવો જણાઈ રહ્યો છે. સંતાનોની કોઇને કોઇ બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેવાથી અન્ય બાબતોમાં ઓછુ ધ્યાન આપી શકો. પ્રિયપાત્રોની મુલાકાત આનંદ આપી જશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મન ખુશ રહે તેવી બાબતોમાં ધ્યાન આપવાની સલાહ છે. બૌદ્ધિક ચર્ચાઓ આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે.