મેષ: આજે આપ નવું કામ શરૂ કરવાની પ્રેરણા જાગશે, પણ આપના વિચારો સ્પષ્ટ ન હોવાથી મુંઝવણ વધે તેવી શક્યતા છે. આપના વ્યવસાયમાં સ્પર્ધાનો અનુભવ થશે, ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. સહોદરો સાથે સંબંધ સારા રહેશે, તેમનાથી લાભ થશે. સ્ત્રીઓએ બોલવા પર સંયમ રાખવો પડશે.
વૃષભ: આપની મુંઝવણ ભરેલી માનસિકતાને કારણે હાથમાં આવેલી અગત્યની તકો ગુમાવો નહીં તેનું ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. આપના જીદ્દી સ્વભાવને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે. આપની વાકપટુતાથી આપ કોઇને આકર્ષિત કરી શકશો. આપના કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે.
મિથુન: આજે આપ ઉત્સાહિત અને સ્ફૂર્તિલા હશો. આપ સારા પોશાક અને ઘરેણાં પહેરશો, સ્વાદિષ્ટ ભોજન માણશો અને સગા સ્નેહીઓ સાથે આપનો દિવસ ખુશીમાં પસાર થશે. લગ્નજીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકશો. નાણાંકીય લાભ અને યોજનાઓ પાર પાડવા માટે આજનો દિવસ વધુ યોગ્ય છે. આપે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આપ નકારાત્મક વિચારોને આપના પર હાવિ ન થવા દેશો.
કર્ક: આપના કુટુંબમાં લોકો સાથે મતભેદ ટાળવા માટે બાંધછોડની નીતિ રાખી શકો છો તેમજ કામકાજમાં સહકાર અને વર્તનમાં આત્મીયતા વધારશો તો વધુ ફાયદો થશે. મુંઝવણને કારણે મહત્વના નિર્ણયો હમણાં ના લઈ શકો તો બીજાનું માર્ગદર્શન લેવું. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ ટાળવાની સલાહ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નહી રહો તો સ્વાસ્થ્ય કથળશે. કાનૂની બાબતોમાં સાવચેત બનીને આગળ વધવું પડશે. આપની પ્રતિષ્ઠાને કલંક લાગે અથવા આર્થિક હાનિ થાય તેવા કોઈપણ કાર્યથી અત્યારે દૂર રહેવામાં તમારી ભલાઈ છે.
સિંહ: આજે આપને લાભ થવાની શક્યતા છે તેમ જણાઈ રહ્યું છે, પણ આપનું મનોવલણ સ્પષ્ટ નહીં હોય તો મળેલી તક ગુમાવવી પડે તેવી શક્યતા છે. માનસિક સ્પષ્ટતા વધુ રાખવી. સ્ત્રી મિત્રોને મળીને લાભ મેળવી શકશો. આપ આપના વડીલોના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. વેપારીઓ ધંધામાં સારી સફળતા મેળવી શકશે. નોકરીમાં આવકમાં વધારો થઇ શકશે. મુસાફરી થવાની પણ શક્યતા છે.
કન્યા: નવું કામ શરૂ કરવા આપે જે યોજનાઓ બનાવી છે તેને પુરી કરી શકશો. પિતા સાથેની નિકટતામાં વધારો થશે, તેમજ આપના માન-પાન પણ વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહે, પારિવારિક જીવનમાં સુમેળ અને શાંતિ રહે. આપે નાણાંની વસુલાત કે વેપારના હેતુથી મુસાફરી કરવાનું થાય.
તુલા: સાહિત્યમાં રસ ધરાવનારા તેમજ બુદ્ધિશાળી લોકોને મળીને જ્ઞાનની વાતોમાં સમય પસાર કરી શકશો. નવા કામની શરૂઆત કરી શકશો. આપ લાંબી મુસાફરી કે કોઇ યાત્રાધામના દર્શનાર્થે જાવ તેવી શક્યતા છે. વિદેશગમન થાય કે ત્યાં રહેતા સ્વજનોના સમાચાર મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય કથળે. સંતોનોના પ્રશ્નો સતાવે.
વૃશ્ચિક: આજે આપે આપના સ્વભાવ અને વર્તન પર જેટલો કાબુ રાખશો એટલા સરળતાથી તમારા કાર્યો પાર પડશે. કોઇ નવું કાર્ય શરૂ કરતા પહેલા દરેક પાસાનો ઉંડો અભ્યાસ કરવો. આરોગ્ય સંભાળવાની સલાહ છે. મને ગમતી હોય તેવી પ્રવૃત્તિમાં ધ્યાન આપવું અને ખાનપાન બાબતે વધુ સભાન રહેવું પડશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. ધાર્મિક કાર્ય કે સાધના માટે સમય સારો છે. વિચારો અને ચિંતનથી મનને શાંત કરી શકશો.
ધન: આજે આપ સ્વાદિષ્ટ ભોજન, સારા પોશાક, પ્રવાસ અને પાર્ટીની મજા માણી શકશો. ભરપૂર મનોરંજનો આનંદ ઉઠાવશો. વિજાતીય પાત્રોથી આકર્ષણ અનુભવાશે. પ્રિયપાત્રને મળીને રોમાંચ અનુભવશો. લગ્નજીવન ઘણું સુખી રહેશે. આપ સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. તર્ક અને બુદ્ધિપૂર્વકના વિચારોની આપ-લે થઇ શકશે. ધંધામાં ભાગીદારોથી લાભ મેળવી શકશો.
મકર: વેપાર ધંધામાં વૃદ્ધિ અને આર્થિક યોજનાઓ બનાવવા માટે આજે દિવસ સારો છે. નાણાંની આપ-લે સારી રીતે કરી શકશો. જે લોકો આયાત-નિકાસનું કામ કરતા હશે તે લાભ મેળવી શકશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. કાયદાકીય બાબતોથી બચીને રહેવું. સ્વાસ્થ્ય સારું રહેશે. વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં.
કુંભ: આજનો દિવસ તમને અસમંજસમાં રાખી શકે છે. વિચારો ઝડપથી બદલાવાને કારણે આપ દ્વિધામાં અટવાશો અને કોઇ નિર્ણય પર આવી નહીં શકો. સંતાનો સાથે શક્ય હોય ત્યાં સુધી વધુ સમય વિતાવજો. આપને પેટની તકલીફો રહેતી હોયતો અત્યારે ભોજનમાં ધ્યાન ના આપવાથી સમસ્યા વધે તેવી શક્યતા છે. જો કામમાં નિષ્ફળ થાવ તો હતાશ થયા વગર બમણા ઉત્સાહ સાથે આગળ વધો, જીત તમારી નજીકમાં જ છે. અણધાર્યા ધનખર્ચ માટે તૈયાર રહેવું. સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ સારો છે.
મીન: આજે આપે દરેક સાથે વાણી અને વર્તનમાં સાવચેત રહેવું પડશે. પરિવારમાં મતભેદ ટાળવા માટે દરેક સાથે વિનમ્રતાથી વર્તીને સ્થિતિ અંકુશમાં લઈ શકો છો. માતાના સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવી પડશે. મનમાં ઉચાટ રહેતો હોય તો અત્યારે મેડિટેશન કરવાની ખાસ સલાહ છે. આર્થિક ખોટ અને પ્રતિષ્ઠાને કલંક પહોંચે તેવા કોઈપણ કાર્યોથી શક્ય એટલા દૂર રહેવું. નોકરીમાં સમર્પણ ભાવના વધારવી પડશે અને વધુ કામ કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. સ્થાવર મિલ્કતમાં દસ્તાવેજ કરવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. સ્ત્રી સાથેના સંબંધોથી નુકસાન થઇ શકે.