મેષ : ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે આપ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. વ્યવસાય ક્ષેત્રે આપને ધન, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. નોકરીમાં બઢતી મળે, આગ, પાણી અને વાહન અકસ્માતથી સંભાળવાની ચેતવણી આપવામાં આવે છે. કાર્યબોજથી થાક અનુભવાય.
વૃષભ : વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. તેઓ નવાં આયોજનો હાથ ધરી શકશે. ઉપરાંત વ્યવસાયમાં નાણાંકીય લાભ પણ મેળવી શકશે. વિદેશ વસતા મિત્ર કે સ્વજનના સમાચાર આપને ભાવવિભોર કરશે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે. યાત્રાધામની મુલાકાત પણ સંભવિત બને. વધુ પડતા કામનો બોજ થાક અને કંટાળાનો અનુભવ કરાવશે.
મિથુન : આજે દરેક કાર્યોમાં અને લોકો સાથે વર્તનમાં સાવધાનીપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. ક્રોધને અંકુશમાં રાખવાની સલાહ છે. મગજ શાંત રાખવું. આજે કોઈપણ ખોટા કાર્યોથી અંતર રાખવું. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે પુરતો આરામ અને સમયસર ભોજન લેવાની સલાહ છે. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. વધારે પડતો ખર્ચ થવાથી આર્થિક તંગી અનુભવાય. ઇશ્વરની આરાધના કે જાપ કરવાથી મનને શાંતિ મળે.
ર્કક : આજનો દિવસ સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આપના માટે લાભદાયી પુરવાર થશે. મોજશોખના સાધનો ઉત્તમ વસ્ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય પસાર થાય આ સાથે જ વિજાતીય વ્યક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો. દાંપત્યજીવનમાં ઉત્કટ પ્રેમની અનુભૂતિ થાય. ભાગીદારીમાં લાભ થાય. પર્યટનની પણ શક્યતા છે.
સિંહ : આજે આપનું મન હળવું રહે અને શારીરિક રીતે સ્ફૂર્તિ જળવાય તે માટે કામકાજનું અતિ ભારણ લેવાના બદલે વિરામ લેવાનું પસંદ કરજો. આમ કરવાથી તમે આપ્તજનોને વધુ સમય આપી શકશો અને સંબંધોમાં પણ મીઠાશ ભળશે. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે પરંતુ થોડા પ્રયાસોથી તે ટાળી શકશો. વધારે પરિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં.
કન્યા : ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે મુલાકાત થાય.