મેષ :સામાજિક પ્રસંગોમાં સગાંસ્નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે. પ્રકૃતિના સાનિધ્યમાં જવાનું આપને ખૂબ મન થાય. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે. સંતાનોના શુભ સમાચાર મળે. દાંપત્યજીવનમાં સંવાદિતા રહે. આવકના નવા સ્ત્રોત દેખાય. અણધાર્યો ધનલાભ થવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે.
વૃષભ :આજે આપ નવા કામની શરૂઆત કરી શકશો. નોકરી કરનારા લોકો માટે દિવસ સારો છે, તેમની આવક વધે અને નોકરીમાં બઢતી મળે તેવી પણ શક્યતા છે. આપ સરકાર તરફથી પણ લાભ મેળવી શકશો. આપના લગ્નજીવનમાં સુમેળ જળવાઇ રહેશે. ઉપરી અધિકારીઓ આપના કામની સરાહના કરીને આપનો ઉત્સાહ વધારશે. જે કાર્યો વિલંબમાં પડ્યા હોય તે પુરા કરી શકશો. પતિ-પત્નીના સંબંધો વધુ ગાઢ બને.
મિથુન:આજે આપને થોડી મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આપ થાક અને સુસ્તી ટાળવા માટે કામથી વિરામ લઇને આપ્તજનો સાથે ક્યાંક બહાર જવાનું આયોજન કરી શકો છો. આપના મન ચિંતાનું સ્તર નીચું લાવવા માટે વધુ પડતા વિચારો કરવાનું ટાળીને વ્યવહારુ અભિગમ અપનાવવો. ઓફિસમાં સાથી કર્મચારીઓ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં. ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલ કે ચર્ચા ટાળવી. વિરોધીઓથી પણ બચીને રહેજો.
કર્ક :ક્રોધ અને નકારાત્મક વિચારો આપની માનસિક સ્વસ્થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન પર ધ્યાન નહીં રાખો તો આરોગ્ય બગડવાની શક્યતા વધી શકે છે. કુટુંબમાં દરેકની સાથે સૌમ્ય વર્તન રાખવું. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવાશે. નવા સંબંધો ઉપાધિકારક બનશે. નવા કામની શરૂઆત ન કરવાની સલાહ છે.
સિંહ :આપના લગ્નજીવનમાં થોડા મતભેદો હોય તો અત્યારે શાંતિથી ચર્ચા દ્વારા તે દૂર કરવા. પતિ અથવા પત્ની એકબીજા સાથે વધુ સમય વિતાવીને અને એકબીજાની જરૂરિયાતો સંતોષની સુખી દાંપત્યજીવનની મજા માણી શકશે. તેના કારણે આપ સાંસારિક બાબતોમાં પણ વધુ સકારાત્મક અહેસાસ કરશો. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના વ્યવહારમાં પારદર્શકતા રાખવી. સમાજમાં આપની પ્રતિષ્ઠા અચાનક વધી જાય તેવી ઝંખના રાખવી નહીં. વિજાતીય લોકોને મળીને આપને ઘણી ખુશી અનુભવાશે.
કન્યા :શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. હીરફો પર વિજય મેળવી શકશો.
તુલા:આજે બુદ્ધિપૂર્વકના કામ અને ચર્ચા આપના માટે મહત્વના રહેશે. આજે આપ કલ્પના અને સર્જનશીલતાનો સારો ઉપયોગ કરી શકશો. આપ આપના બાળકોની સારી પ્રગતિથી સંતોષનો અનુભવ કરી શકશો. આપે ખોટા સંઘર્ષ કે વિવાદમાં ન પડવું જોઇએ. આપને પેટની તકલીફ થઇ શકે. પ્રિયપાત્રને મળીને આપ ખુશી અનુભવશો.
વૃશ્ચિક:આપને શરીર અને મનમાં અજંપો ટાળવાની સલાહ છે. તેના માટે તમે પોતાની રુચિના કાર્યો કરી શકો છો અથવા ધાર્મિક અને સેવાકીય બાબતોમાં પણ ભાગ લઈ શકો છો. સગાં સ્નેહીઓ સાથે સંઘર્ષ ટાળીને સહકારની ભાવના વધારવી પડશે. આપને નાણાંકીય ખેંચ ના આવે તે માટે અગાઉથી આવક અને ખર્ચનું આયોજન કરવું. આજે જમીન, મિલકત કે વાહનનો સોદો ન કરવો જોઇએ. સ્ત્રીઓ તેમજ જળથી નુકસાન થઇ શકે માટે તેનાથી દૂર રહેવું જોઇએ.
ધન:આપ ગૂઢ વિદ્યાઓ અને આધ્યાત્મમાં વિશેષ રૂચિ ધરાવશો, તેમ જ તે દિશામાં સંશોધનમાં પણ રસ લેશો. આપ માનસિક શાંતિ અને આનંદ મેળવી શકશો. સહોદરો સાથેનું જોડાણ વધુ ગાઢ બનશે. આજે આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. આપને ત્યાં મહેમાન રૂપે મિત્રો અને સગા સંબંધી આવતા આનંદ અનુભવાશે. આપ ટૂંકી મુસાફરી પર જાઓ તેવી પણ શક્યતા છે. આપ વધુ નસીબદાર બનશો.
મકર:વાણી પર સંયમ રાખશો તો ઘણી તકલીફોને વારી શકશો. પરિવારજનો સાથે નાના-મોટા મતભેદ હોય તો અત્યારે તેમની સાથે ચર્ચા દ્વારા દૂર કરી શકશો. આમ કરવાથી સહોદરો તરફથી સહકાર વધશે. આપે કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. શેર કે સટ્ટામાં આપ મૂડી રોકાણ કરી શકશો પરંતુ આંધળું સાહસ કરવાનું ટાળજો. સ્ત્રીઓને મનથી અજંપો અને અસંતોષ અનુભવાય તો તમારી અપેક્ષાઓ અને તમને મળેલા પરિણામનું આકલન કરવાથી ઘણી રાહત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા વધારવાની સલાહ છે.
કુંભ:આજે આપ શારીરિક અને માનસિક સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ફાયદો કરાવનારો નિવડશે. આપ મિત્રો અને સગાં વ્હાલાઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આપ પ્રવાસ પર જાવ તેવી પણ શક્યતા છે. આધ્યાત્મિકતા અને ધ્યાન તથા ચિંતનમાં શું શક્તિ રહેલી છે તે આપ જાણી શકશો. નકારાત્મકતાથી પોતાની જાતને દૂર રાખશો તો ફાયદો થશે.
મીન:આજે આપનું મન શક્ય હોય એટલું વધુ એકચિત્ત રહે અને તમે વધુમાં વધુ ધ્યાન આપીને કામ કરી શકો અથવા કોઈની સાથે શાંતિથી વાટાઘાટો કરી શકો તેની કાળજી લેવી પડશે. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરો તેવી પણ શક્યતા છે. આપ પ્રિયજનોને અપેક્ષા કરતા ઓછો સમય આપી શકશો. કાનૂની બાબતોમાં કે કોઇના જામીન બનવામાં આપે સાવચેત રહેવું પડશે. વાણીમાં સૌમ્યતા અને મીઠાશ રાખવાની આપના ઘણા કાર્યો સૂપેરે પાડ પડશે. ઝડપથી ટૂંકાગાળાનો ફાયદો જોવાનું વલણ આપને તકલીફમાં મૂકી શકે.