મેષ : આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.
વૃષભ : વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન : આપને બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. બદનામી અને નિષેધાત્મક વિચારોથી દૂર રહેવું આપના હિતમાં રહેશે. વધુ પડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી, દરેકને આદર કરવો અને સૌને સહકાર આપવો.. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓપરેશન ન કરાવવાની સલાહ છે. ઇશ્વરની આરાધના, જાપ તેમજ આધ્યાત્મિકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.
કર્ક : સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્ન રહેશો. મોજશોખની વસ્તુઓ, નવાં વસ્ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્યસુખ મળે. પર્યટન થાય. જાહેર માન સન્માન મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. ભાગીદારી લાભકારક નીવડે. પ્રેમીઓને પ્રણયમાં સફળતા મળશે.
સિંહ : આજે મનમાંથી વધુ પડતા વિચારો, કોઈના પ્રત્યે આશંકા અથવા આત્મવિશ્વાસના અભાવને દૂર રાખીને ખુશ, સ્ફૂર્તિલા અને મહત્વાકાંક્ષી બનવાની સલાહ છે. રોજિંદા કાર્યોમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે પૂર્ણ થવાની શક્યતા ચોક્કસ છે. ઈચ્છિત ફળ માટે થોડો પરિશ્રમ વધારવો પડે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળપક્ષ બાબતે આજે તમારે વધુ ધ્યાન આપવું પડશે. શત્રુઓ આપની સામે માથુ ઉંચકવાનો પ્રયાસ કરશે પરંતુ ફાવશે નહીં. ઉચ્ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવાની સલાહ છે.
કન્યા : આજના દિવસમાં મનમાં કોઈ સામાન્ય બાબતે ચિંતા થઈ શકે છે. નાની-નાની વાતો પર વધુ પડતા લાગણીશીલ થવું નહીં. પેટની સમસ્યાઓથી બચવા માટે ભોજન સમયસર લેવું અને અતિશય ભોજન ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં ઈચ્છિત સફળતા માટે મહેનત વધારવી પડશે. ઓચિંતો ધન ખર્ચ આવી પડે. બૌદ્ધિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. પ્રિયજન સાથે મેળાપ થાય. વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.