મેષ :આર્થિક અને વ્યવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ ઘણો સારો રહેશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ વધુ લાંબા સમય માટે આર્થિક આયોજન પણ કરી શકશો. આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો. મિત્રો અને પરિવારજનો સાથે ખુશીમાં સમય પસાર થશે. લોકો સાથે આપનો સંપર્ક વધશે. વેપારીઓ તેમના વેપારમાં વધારો કરશે અને તે માટેનુ આયોજન કરશે. આપ પરોપકારી પ્રવૃત્તિઓ કરી શકશો.
વૃષભ :આપના વિચારો વધુ વિશાળ બનશે અને વાણીથી આપ લોકોને આકર્ષિત અને પ્રભાવિત કરી શકશો. આપના સંબંધોમાં સુમેળ વધશે. ચર્ચા કે વિવાદમાં આપ સફળતા મેળવી શકશો. લેખન કાર્ય કે વાંચનમાં પણ આપનો રસ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય ઘણો અનુકૂળ જણાઇ રહ્યો છે. આપની મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે છતાં આપ નિષ્ઠાથી આગળ વધી શકશો. પાચન ક્રિયા ખોરવાતા સ્વાસ્થ્ય કથળે તેવી શક્યતા છે.
મિથુન :મહત્વના નિર્ણય લેવામાં આંશિક મુશ્કેલી અનુભવાય તેવી શક્યતા છે. વ્યવહારુ અભિગમ અપનાવશો તો વાંધો નહીં આવે. માતા અને સ્ત્રીવર્ગ માટે આપ વધુ લાગણીશીલ બની જશો. વધુ પડતા વિચારોને કારણે આપ તનાવ અનુભવશો. ઊંઘ ન આવવાને કારણે શારિરીક અસ્વસ્થતા રહી શકે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો.આપે જળાશયથી સાચવવું જોઇએ. જમીન કે મિલકત વિશેની વાતચીત મુલતવી રાખવી.
કર્ક :આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.
સિંહ :આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.
કન્યા :આપના સમૃદ્ધ વિચારો અને આકર્ષક વાકપટુતાને કારણે આપને લાભ થશે અને સંબંધો વધુ સારા બનાવીને આપ આપનું કામ આગળ વધારી શકશો. આજનો દિવસ વ્યવસાસિક દૃષ્ટિએ લાભ કરાવનારો બની રહેશે. આપનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સ્નેહીજનોને મળવાનું થશે અને ખુશી તેમજ આનંદ મેળવી શકશો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતાઓ પણ વધારે છે.