ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

etv bharat

By

Published : Nov 18, 2019, 3:49 AM IST

મેષ : આજે આપ વધુ પડતા લાગણીશીલ રહેશો જેથી કોઇના બોલવાથી આપની લાગણીને ઠેસ પહોંચશે. માતાના આરોગ્યની વિશેષ કાળજી લેવી પડશે. સ્‍થાવર મિલકતની બાબતમાં કોઇ નિર્ણય લેવો યોગ્‍ય નથી. માનસિક વ્‍યગ્રતા અને શારીરિક અસ્‍વસ્‍થતા ટાળવા માટે મેડિટેશનનો સહારો લઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ કહી શકાય. આપનું સ્‍વમાન જળવાઈ રહે તે માટે સૌની સાથે આદરપૂર્ણ વર્તન કરવું. ઓફિસ કે વ્‍યવસાયમાં વિજાતીય વર્ગથી ચેતવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ :આપ તન અને મનની સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. પરિવારજનો સાથે ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો. આર્થિક બાબતો પર વધારે ધ્‍યાન આપશો. આપને દરેક કાર્યમાં સફળતા મળે. ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. ભાઇભાંડુઓનો સારો સહકાર મળે. પ્રિયપાત્રનો સહવાસ અને જાહેર માનસન્‍માન મળે. વેપારમાં વૃદ્ધિ થાય તેમજ પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો.

મિથુન : થોડા વિલંબ કે અવરોધ બાદ નિર્ધારિત રીતે કાર્ય પાર પાડી શકશો માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આર્થિક આયોજન સફળતાપૂર્વક હાથ ધરી શકશો. મિષ્‍ટાન્‍ન ભોજન પ્રાપ્‍ત થાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે મધ્‍યમ દિવસ છે. સ્‍નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. ધંધામાં સાનુકૂળ વાતવારણ રહે. આવકમાં વૃદ્ધિ થાય.

કર્ક :શારીરિક માનસિક સુખાકારી જળવાશે. મિત્રો અને સ્‍વજનો સાથે આજનો દિવસ ખુબ આનંદ ઉલ્‍લાસથી પસાર કરશો. આપનું મન વધારે લાગણીશીલ રહેશે. દાંપત્‍યજીવનમાં જીવનસાથી પરત્‍વે વિશેષ આકર્ષણ અનુભવશો, જેથી મધુરતા રહેશે. પ્રવાસની શક્યતા અને આર્થિક લાભના યોગ છે.

સિંહ : ચિંતાના બોજથી દૂર રહેવું અન્યથા આપનું આરોગ્‍ય જોખમાઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી કોઈની સાથે ઉગ્ર દલીલો કે વાદવિવાદથી દૂર રહેવું તેમજ સંઘર્ષની સ્થિતિ ટાળવી. કોર્ટ કચેરીના કામમાં સાવધાનીપૂર્વક પગલું ભરવું. લાગણીના પ્રવાહમાં તણાઇને આપ કોઇ અવિચારીકાર્ય ના કરતા. વાણી અને વર્તનમાં વધુ સંયમ તથા વિવેક જાળવવાની આપને સલાહ છે.

કન્યા : તન મનની સ્‍વસ્‍થતા સાથેનો ખુશહાલ દિવસ આપને વિવિધ લાભોની લ્‍હાણી કરાવશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગને આર્થિક લાભ થશે. ઉપરી અધિકારીઓ ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. લગ્‍નોત્‍સુક પાત્રો માટે અનુકૂળ સંજોગો સર્જાય. સ્‍ત્રી મિત્રો લાભકાર નીવડે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્‍થળે પર્યટન થાય. લગ્‍નસુખનો ભરપુર આનંદ માણી શકશો.

તુલા : આજે આપના કાર્યો સરળતાથી પાર પડશે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. ઓફિસમાં ઉચ્‍ચ અધિકારીઓ તરફથી પ્રોત્‍સાહન મળતાં આપનો આત્‍મવિશ્વાસ વધશે. વેપારીઓને વેપારમાં તેમજ આવકમાં વૃદ્ધિ થાય. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્‍ય જળવાય. ઉત્તમ સાંસારિક સુખ પ્રા‍પ્‍ત થશે.

વૃશ્ચિક : થાક, આળસ અને ચિંતાથી આપનો કામ કરવાનો ઉત્‍સાહ થોડ મંદ પડી રહ્યો હોય તેવું લાગશે. વિશેષ કરીને સંતાનો સંબંધિત પ્રશ્નોની આપે વિશેષ કાળજી લેવી પડશે. કાર્યક્ષેત્રે પણ અધિકારીવર્ગ સાથે વિનમ્રતા રાખવી અને કામપૂરતું જ કમ્યુનિકેશન કરવું અન્યથા તેમના વર્તનથી આપને મનમાં ગ્લાનિ થઈ શકે છે. પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓથી સંભાળીને ચાલજો. વ્‍યવસાયમાં પ્રતિકૂળ સ્થિતિઓનો સામનો કરવાની પૂર્વતૈયારી રાખશો તો વધુ ફાયદામાં રહેશો. મહત્ત્વના નિર્ણયો ન લેવાની સલાહ છે.

ધન :અનિચ્‍છનીય બનાવો, માંદગી, ક્રોધાવેશ વગેરે માનસિક રીતે કોઈપણ વ્યક્તિને તોડી શકે છે માટે આજના દિવસમાં શક્ય હોય ત્યાં સુધી ગુસ્‍સા પર કાબુ રાખવાની સલાહ છે. જેમની તબિયત પહેલાથી ખરાબ હોય તેમણે પણ સારવારમાં વિશેષ સાવધાની રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી બચીને રહેવું અને નવા સંબંધો બાંધવામાં પણ સામેના પાત્રને જોઈ-પારખીને આગળ વધવું. ભોજનના શિડ્યુલમાં અનિયમિતતા આવી શકે છે. વધારે ખર્ચ પર અંકુશ રાખવાની સલાહ છે.

મકર : વિચાર વર્તનમાં ભાવુક્તા વિશેષ પ્રમાણમાં રહે. એમ છતાં આપ પરિવારજનો અને મિત્રો સાથે ખુશખુશાલ દિવસ પસાર કરશો. તનમનમાં સ્‍ફૂર્તિ અને પ્રફુલ્લિતતા રહેશે. વ્‍યવસાયમાં વૃદ્ધિ થાય. દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા આપની આવકમાં વધારો થાય. ભાગીદારીમાં લાભ થાય. જાહેર જીવનમાં આપની માન પ્રતિષ્‍ઠા વધે. મુસાફરી શક્ય બનશે. વિજાતીય વ્‍યક્તિ પરત્‍વે આકર્ષણ થાય.

કુંભ :આપને આજે કાર્ય બોજમાં સફળતા સાથે યશ પણ મળશે, કુટુંબીજનો સાથે વધુ ઉષ્‍મા અને લાગણીભર્યો વ્‍યવહાર રહે. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહે. નોકરી ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ આપને સહાયરૂપ બનશે. ઘરમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે.

મીન :આપનામાં રહેલી સર્જનાત્‍મકતાને વેગ મળતાં આપ સાહિત્‍યક્ષેત્રે લેખનવાંચન કાર્યમાં ઉંડો રસ ધરાવશો. હૃદયની ઋજુતા ‍પ્રિયજનોને નિકટ લાવશે. સ્‍વભાવમાં લાગણીશીલતા અને કામુક્તાનું પ્રમાણ વધારે રહે. આરોગ્‍યની દૃષ્ટિએ મધ્‍યમ દિવસ. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે. માનસિક સમતુલા અને વાણી પર સંયમ જાળવવો જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details