મેષ :દિવસની શરૂઆતમાં આપને માનસિક દ્વિધા જેવું લાગશે પરંતુ ટૂંક સમયમાં જ આ સ્થિતિ દૂર થતા મહત્વના નિર્ણયો અને ચર્ચામાં ભાગ લઈ શકશો. આપે જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું તેવી સલાહ છે. આપ મધુરવાણીથી કોઇકને મનાવી શકશો. નવા કામનો પ્રારંભ શક્ય હોય તો ટાળવો અથવા સાવધાની રાખવી. બપોર પછી આપના ઉત્સાહમાં અચાનક વધારો થતાં જણાશે અને મન પ્રફુલ્લિત બને. પરિવારજનો સાથેની સંવાદિતા વધે. નાણાકીય બાબતોનું આયોજન કરી શકો.
વૃષભ :આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં શારીરિક અને માનસિક રીતે ચુસ્તી અને સ્ફૂર્તિ લાગે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. ઉત્સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. પરંતુ મધ્યાહન બાદ આપનું માનસિક વલણ થોડું દ્વિધાયુક્ત બનશે. તેથી વિચાર વંટોળમાં ખોવાયેલા રહેશો. અગત્યના નિર્ણયો આ સમયે ન લેવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન : આજે આપને દરેક બાબતે ધીરજ અને શાંતિથી કામ લેવાની સલાહ છે. ઘરમાં કુટુંબીજનો સાથે સહકારની ભાવના વધારવી અને દરેકને આદર આપવો. શરૂ કરેલા કાર્યો પરિપૂર્ણ થશે પરંતુ વધુ પરિશ્રમની તૈયારી રાખવી પડશે. શારીરિક- માનસિક ટાળવા માટે તમે મેડિટેશનનો સહારો લઈ શકો છો. પરંતુ બપોર પછી આપનામાં કામ કરવાન ઉત્સાહ જણાશે. પરિવાર ક્ષેત્રે પણ અનુકૂળ વાતાવરણ સર્જાય. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. આપનામાં આત્મવિશ્વાસનું સિંચન થશે. મનોરંજન પાછળ ખર્ચ થાય.
કર્ક : વેપારધંધામાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાનો યોગ છે. સુંદર રમણીય સ્થળે જવાનું વારંવાર મન થાય. દાંપત્યજીવનની શ્રેષ્ઠ પળો આપ માણી શકશો. પરંતુ મધ્યાહન બાદ આપનું શારીરિક અને માનસિક રીતો થોડી સુસ્તિ અથવા આળસ આવી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઇ કારણસર મતભેદ થાય તો શક્ય હોય એટલી સમાધાનકારી નીતિ અપનાવીને વાત ઉકેલવાનો પ્રયાસ કરવો. અચાનક કોઇ કારણસર ખર્ચની શક્યતા વધશે માટે આર્થિક બાબતે પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. કામકાજમાં અને રસ્તા પર ધીરજ રાખશો તો આકસ્મિક ઈજાથી બચી શકશો.
સિંહ :નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધુરાં કાર્યો પૂરાં થાય. મિત્રો, સગાંસ્નેહીઓ પાસેથી ભેટ ઉપહાર મળે. જેથી આનંદ થાય. વેપાર ક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણથી લાભ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણશો. આવકમાં વૃદ્ધિના યોગ છે. જો મુસાફરીની જરૂર પડે તો સ્વાસ્થ્ય બાબતે ગાફેલ રહેવું નહીં. જીવનસાથી સાથે સુખ સંતોષની લાગણી અનુભવશો.
કન્યા :વેપારીઓ તેમના વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશે. સ્વાસ્થ્યની બાબતમાં સંભાળવું. દૂર વસતા સ્નેહીઓના સમાચાર મળે. મધ્યાહન પછી ઓફિસમાં ઉપરી અધિકારીઓન સાથ સહકાર મળે. સરકારી લાભ માટે ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવશો. નોકરીયાતોને પદોન્નતિથી લાભ થાય. માન- સન્માનથી મન પ્રસનન રહે.