મેષઃ આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. પ્રવાસ થવાની શક્યતા છે. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.
વૃષભઃ આપના મન પર ક્રોધ અને હતાશા હાવિ ના થાય તેની કાળજી લેવી પડશે. તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે. કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ પડતા ઉંડા ઉતરવું નહીં. સ્વભાવની ઉગ્રતાને કારણે કોઇની સાથે મતભેદ કે ઝગડો ના થઈ જાય તે જોવું. મહેનતની સાથે સાથે આયોજનપૂર્વક આગળ વધજો. ક્યાંય પણ ગેરસમજ થાય તો તુરંત સ્પષ્ટતા કરવી.
મિથુનઃ આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે. વેપાર અને નોકરીમાં ફાયદો મેળવી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે.લગ્નની ઈચ્છા ધરાવનારાઓને લગ્નના યોગ છે.સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં મધુરતા જળવાશે. સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો.
કર્કઃ આજે આપ ઘરના સુશોભનમાં વધારે સમય પસાર કરશો. ઘર માટે નવું ફર્નિચર ખરીદી શકશો. વેપાર અને નોકરીમાં લાભ થશે તથા પદોન્નતિ થવાની પણ શક્યતા છે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો. આપના માનમોભામાં વધારો થાય. નાણાંકીય ફાયદો થવાની પણ શક્યતા છે. આજે દરેક કામ સારી રીતે અને સરળતાથી પૂરા કરી શકશો.
સિંહઃઆપનો સ્વભાવ સંયમમાં રાખશો તો સંબંધો અને કામ બધી જગ્યાએ તમે સારી રીતે મન લગાવી શકશો અને તેનું સારું ફળ પણ મળી શકશે. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ હોય તો અત્યારે તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો. આપે સ્વાસ્થ્યની સંભાળ પણ લેવી પડશે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેશો તો તેમાં આપ થાપ ખાઈ શકો છો. ધંધા કે નોકરીમાં વિઘ્નોના કારણે કામની ગતિ અવરોધાઈ શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે.
કન્યાઃ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહારનું મસાલેદાર ભોજન લેવાના બદલે સાદા ભોજનનો આગ્રહ રાખવો. મૌનના શસ્ત્રથી ગુસ્સાને કાબુમાં રાખો. ખર્ચને અંકુશમાં રાખવાની ખાસ સલાહ છે. આપના વિરોધીઓ આપની વિરુદ્ધ કોઈ કાવાદાવા ના કરે તે માટે તમારે પોતાની રીતે જ સતર્કતા વધારવી પડશે. જળ અને અગ્નિથી પણ સાચવવું પડશે. ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.