મેષ : આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.
વૃષભ : આપના મન પર ક્રોધ અને હતાશા હાવિ ના થાય તેની કાળજી લેવી પડશે. તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે. કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ પડતા ઉંડા ઉતરવું નહીં. સ્વભાવની ઉગ્રતાને કારણે કોઇની સાથે મતભેદ કે ઝગડો ના થઈ જાય તે જોવું. મહેનતની સાથે સાથે આયોજનપૂર્વક આગળ વધજો. ક્યાંય પણ ગેરસમજ થાય તો તુરંત સ્પષ્ટતા કરવી.
મિથુન : આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે. વેપાર અને નોકરીમાં ફાયદો મેળવી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે.લગ્નની ઈચ્છા ધરાવનારાઓને લગ્નના યોગ છે.સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં મધુરતા જળવાશે. સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો.
કર્ક : આજે આપ ઘરના સુશોભનમાં વધારે સમય પસાર કરશો. ઘર માટે નવું ફર્નિચર ખરીદી શકશો. વેપાર અને નોકરીમાં લાભ થશે તથા પદોન્નતિ થવાની પણ શક્યતા છે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો. આપના માનમોભામાં વધારો થાય. નાણાંકીય ફાયદો થવાની પણ શક્યતા છે. આજે દરેક કામ સારી રીતે અને સરળતાથી પૂરા કરી શકશો.
સિંહ : સુસ્તી અને કંટાળાને કારણે આપનો લય ખોરવાય નહીં તે માટે કામની સાથે સાથે સહકર્મીઓ સાથે રમૂજ અને અન્ય વિષયો પર ચર્ચા કરવાની સલાહ છે. જરૂર જણાય ત્યાં તેમનું માર્ગદર્શન લઈ શકો છો. પેટની તકલીફ હોય તેમણે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. કામમાં વિરોધીઓ આપની પ્રગતિમાં અવરોધરૂપ થવાનો પ્રયાસ કરે પરંતુ ફાવી શકે તેમ નથી. આજે ઓફીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વર્તનમાં સાચવજો. સ્વભાવની ઉગ્રતા ટાળવી. ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે માનસિક સ્વસ્થતા પાછી મેળવી શકશો.
કન્યા : આજે આપને સલાહ છે કે વાણી પર અંકુશ અને સંયમ જેટલો વધારશો એટલા લોકો સાથે સંબંધોમાં વધુ નીકટતા માણી શકશો. ગુસ્સો કોઈપણ બાબતનો ઉકેલ નથી એ વાત ધ્યાનમાં રાખજો. આપના વિરોધીઓ આપના માટે તકલીફો ઉભી કરવા ઘણા ધમપછાડા કરશે તેથી આપે સાવચેત રહેવું પડશે. નવા કામનો પ્રારંભ કરવા માટે હાલનો સમય ટાળવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. આપ ગૂઢ અને રહસ્યમય બાબતોમાં વધુ રસ કેળવશો.