- મેષ
આજે ઉપરી અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણામાં અગત્યની ચર્ચા થશે. આપના કોઇ કાર્ય કે પ્રોજેકટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે પ્રવાસનો યોગ છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ઘરમાં ફર્નિચર વગેરેની ગોઠવણીમાં ફેરફાર કરી તેને નવું સ્વરૂપ આપો. આજે દરેક વાતને આપ વ્યવહારૂ બનીને વિચારશો. કામના બોજને લીઘે થાક અનુભવશો. માતાની તબિયતમાં સુધારો થશે. સ્ત્રીવર્ગ તરફથી લાભ થાય.
- વૃષભ
આપનો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. વેપારીઓ તેમના વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકે તો નવા કાર્યનો પ્રારંભ પણ કરી શકે. આ માટેના આયોજનો પણ હાથ ધરી શકો. વિદેશગમન માટેની શક્યતા સર્જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. કોઇક ધાર્મિક સ્થળની મુલાકાત પણ સંભવિત બને. સ્વાસ્થ્યની બાબતમાં સંભાળવું કામનો વધુ પડતો બોજ રહે.
- મિથુન
આપે સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખી થોડા રમૂજી બનશો તો અત્યારે તમે સંબંધોમાં વાસ્તવિક ઘનિષ્ઠતાનો અહેસસા કરી શકશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વધારે ખર્ચ ટાળવો જેથી મહત્વના કાર્યોમાં નાણાંની જરૂર હોય ત્યારે બીજા સામે હાથ લંબાવવાની જરૂર ના પડે. ઘરમાં પરિવારજનો સાથે તેમ જ ઓફિસના લોકો સાથે સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કરવો. જે વ્યક્તિ બિમાર હોય તેને કોઇ નવી ઉપચાર પદ્ધતિ કે ઓપરેશન વિશે આજે ન વિચારવું જોઇએ. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ મેળવી શકશો.
- કર્ક
આજે આપ સમાજમાં અને વ્યવસાયમાં લાભ મેળવી શકશો. આપ મોજમસ્તી, વસ્ત્રાભૂષણ તેમજ વાહનની ખરીદી કરી શકશો.આપ મનોરંજન, રસની પ્રવૃત્તિઓ તેમજ વિજાતીય વ્યક્તિને મળીને સુખ અનુભવશો. આપનું લગ્ન જીવન ઘણું સુખી રહેશે. ભાગીદારીમાં કરેલા કોઇપણ કાર્યથી લાભ મેળવી શકશો. આપને પ્રવાસ થવાની પણ શક્યતા છે.
- સિંહ
આપને મનમાં અગાઉની તુલનાએ તોડી ઉદાસીનતા અને અજંપો અનુભવાશે. જોકે સામે પક્ષે, ઘરમાં સુખશાંતિ જળવાઇ રહેશે જેથી તમને થોડી રાહતનો અહેસાસ કરી શકશો. આપની દિનચર્યાનું અગાઉથી આયોજન કરવાની સલાહ છે. મહેનત કરવામાં આપ પાછળ નહીં રહો પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી દલીલબાજીમાં ઉતર્યા વગર તમારા કામથી મતલબ રાખવો..
- કન્યા
આજના દિવસે આપ થોડી માનસિક ગડમથલ અનુભવો તેવી સંભાવના હોવાથી કામમાં એકચિત્ત થવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આપને સ્વાસ્થ્ય અને સંતાનોની બાબતોમાં તમારે વધુ સમય ફાળવવો પડશે. આપને પેટની ફરિયાદ પણ રહ્યા કરે. વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા માટે વધુ મહેનત કરવાની સલાહ છે. અચાનક ખર્ચ થઇ શકે. શેર સટ્ટાથી દૂર રહેવાની સલાહ છે. પ્રિયજનને મળવાનું થાય તેવી પણ શક્યતા છે.
- તુલા