મીનઃઆજે આપના મનની એકાગ્રતા ઓછી રહેશે અને માનસિક વ્યથા વધારે રહેશે માટે શક્ય હોય એટલા શાંત ચિત્તે કામ લેવાની સલાહ છે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. જન સેવાને લગતા ખર્ચનું પ્રમાણ વધારે રહે. રોકાણકારોએ મૂડી રોકાણ કરતાં ધ્યાન રાખવું. સ્વજનોથી દૂર રહેવાનું થાય. સ્વજનો સાથે મતભેદ ટાળવા વર્તન સૌમ્ય રાખવું. ટૂંકાગાળાના લાભ લેવા જતા નુકસાન ન થાય તે જોવું. મહત્ત્વના કાગળો પર સહી-સિક્કા કરતાં પહેલા ધ્યાન રાખવું અને કોર્ટ કચેરીના કામો આજે સંભાળપૂર્વક હાથ ઘરવા. આધ્યાત્મિક કાર્યોમાં દિવસ પસાર થાય. જમીન કે પૈસાની લેવડદેવડ ન કરવી.
મેષઃ આપ સામાજિક પ્રસંગોમાં હાજરી આપશો અને મિત્રો તથા સ્નેહીઓ સાથે આપ ઘણો આનંદ માણી શકશો. મિત્રો પાછળ ખર્ચ થશે અને તેમની પાસેથી લાભ પણ મેળવી શકશો. સંતાનો પાસેથી સારા સમાચાર મેળવી શકશો. લગ્નજીવનમાં શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે. આપના માટે આવકની નવી તકો ઊભી થશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે.
વૃષભઃઆપનો આજનો દિવસ શુભફળ આપનાર નીવડશે. વિશેષ કરીને નોકરીયાતો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કારણ કે આજે તેમની નોકરીમાં બઢતીના યોગો જણાય છે. સરકારી લાભ મળે. ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળે. ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવો. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદની અનુભૂતિ થશે.
મિથુનઃ સમય આપના માટે સંપૂર્ણ અનુકૂળ ન હોવાને કારણે આપનું કામ પૂરૂ થવામાં વાર લાગે તેવી શક્યતા છે. આપના શરીરમાં થાક અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે માટે કામનું અતિ ભારણ લેવાનું ટાળજો. પેટની તકલીફો હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે આજે મહત્વની ચર્ચા કરવાનું ટાળજો. સરકારી બાબતોને લગતી સમસ્યાઓ સામે આવી શકે. અગત્યના કામ કે નિર્ણય આજે ન લેશો. સંતાનો સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવાની સલાહ છે. વિરોધીઓ અને હરીફોથી બચીને રહેજો.
કર્કઃ નકારાત્મક માનસિકતા દૂર કરવાથી આજે તમે ઘણા કાર્યો વધુ સારી રીતે કરશો અને તેનું બહેતર પરિણામ મેળવી શકશો. બહારનું ખાવા-પીવાનો આગ્રહ રાખવો નહીં. આપે ગરમ મિજાજને અંકુશમાં રાખવો પડશે. તેના બદલે થોડા મોજીલા અને રમૂજી બનશો તો દરેક વ્યક્તિ સાથે તમારી ઘનિષ્ઠતા વધશે. પરિવારજનો સાથે પણ વર્તનમાં વિનમ્ર રહેવું. નવા બંધાયેલા સંબંધોમાં અત્યારે બહુ મોટી આશા રાખવી નહીં. ખર્ચને અંકુશમાં રાખવો. ભગવાનનું નામ લઇને આપનું મન હળવું કરી શકો છો.
સિંહઃઆપના લગ્નજીવનમાં થોડા મતભેદો હોય તો અત્યારે શાંતિથી ચર્ચા દ્વારા તે દૂર કરવા. પતિ અથવા પત્ની એકબીજા સાથે વધુ સમય વિતાવીને અને એકબીજાની જરૂરિયાતો સંતોષની સુખી દાંપત્યજીવનની મજા માણી શકશે. તેના કારણે આપ સાંસારિક બાબતોમાં પણ વધુ સકારાત્મક અહેસાસ કરશો. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના વ્યવહારમાં પારદર્શકતા રાખવી. સમાજમાં આપની પ્રતિષ્ઠા અચાનક વધી જાય તેવી ઝંખના રાખવી નહીં. વિજાતીય લોકોને મળીને આપને ઘણી ખુશી અનુભવાશે.