મીનઃ આજે આપ કુટુંબ અને સામાજિક બાબતોમાં વધારે પ્રવૃત્ત રહેશો. મિત્રોથી મુલાકાત અને લાભ મળે તો મિત્રો પાછળ નાણા ખર્ચવા પણ પડશે. ઘરમાં કોઇ સુંદર આયોજન થાય. નોકરી, વ્યવસાય, કૌટુંબિક આર્થિક એમ દરેક ક્ષેત્રમાં આજે લાભ થવાનો દિવસ છે. સ્ત્રી મિત્રોની મુલાકાત થાય. જીવનસાથીની શોધમાં હોય તેવા યુવક- યુવતીઓને મનપસંદ પાત્ર મળશે. આજના દિવસે તમે તમારી બહેનને મનગમતી ગિફ્ટ આપો. આમ કરવાથી આપનું જીવન પણ ખુશીઓથી છલકાઇ જશે. બહેન પાસે રાખડી બંધાવ્યા પછી આપની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને આપને આવક વધારવા માટે કોઇ નવો સ્રોત મળી શકે છે. આપ નારંગી અને પીળા રંગની રાખડી બંધાવશો તો સૌથી ઉત્તમ રહેશે. ઉપાય- શિવલિંગનો અભિષેક કરો.
મેષઃ ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે આપ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે કમ્યુનિકેશન થાય અને એમાં લાભ થાય. વ્યવસાય ક્ષેત્રે આપને ધન, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. નોકરીમાં બઢતી મળે, આગ, પાણી અને વાહન અકસ્માતથી સંભાળવાની ચેતવણી આપવામાં આવે છે. કાર્યબોજથી થાક અનુભવાય. આજે આપ પરિવાર સાથે દિવસ પસાર કરી શકશો. કોઇપણ પ્રકારની ચિંતા આજે આપે છોડવી જોઇએ. આપ લાલ અથવા સફેદ રંગનું રક્ષાસૂત્ર બંધાવશો તો ઉત્તમ ફળ મળશે. તેનાથી આપની બહેન સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. ઉપાય- આજનો દિવસ શુભ બનાવવા માટે બજરંગબાણનો પાઠ કરવો.
વૃષભઃ વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર આપને આનંદવિભોર કરી દેશે. અગર આપ વિદેશ જવાની પેરવીમાં હશો તો અત્યારે કોઇપણ કારણથી વિલંબનો સામનો કરવો પડે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત આપને આનંદ પમાડશે. ઓફિસ કે વ્યવસાયના સ્થળે કાર્યનું ભારણ વધારે રહે. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે. જો આપની બહેન દૂરના સ્થળે રહેતી હોય તો, આજે આપ તેમની સાથે ફોન પર ઘણી વાતો કરો. તેમની સાથે સારો સમય વિતાવવાનો પ્રયાસ કરો. આપ તેમને મળવા માટે ટ્રાવેલિંગ પણ કરી શકો છો. આજના દિવસે આસમાની અને સફેદ રંગની રાખડી બંધાવવાથી આપની વચ્ચેનો અતૂટ પ્રેમ વધુ મજબૂત થશે. ઉપાય- આજે દુર્ગામાતાની પૂજા ફળદાયક રહેશે.
મિથુનઃઆજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ટાળવાની સલાહ છે. આપના મનમાં ક્રોધની લાગણી હોય તો દૂર કરીને શાંતિથી કામ લેવું. બીમાર વ્યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓપરેશન આજે ટાળવાની સલાહ છે. ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારી રાખવી. ઘરમાં કે ઓફિસમાં વાણી પર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. ઇશ્વર આરાધનાથી શાંતિ મળે. આજે આપની બહેન માટે કોઇ સ્પેશિયલ ગિફ્ટ લઇને જાઓ. આ ગિફ્ટ લીલા રંગની હોય તો ઘણું સારું રહેશે. આપ પરિવારમાં આપની બહેન સાથે ખૂબ જ મસ્તી કરી શકો છો. આજે ગુલાબી અથવા લીલા રંગની રાખડી બંધાવવાનું આપના માટે અતિ ઉત્તમ રહેશે. આજે આપની બહેનને આર્થિક લાભ થશે. ઉપાય- ગણેશજીની આરાધના કરવાથી સારું ફળ મળશે.
કર્કઃવૈભવી મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓથી આજે આપ ખૂબ પ્રસન્ન રહેશો. વિજાતીય આકર્ષણ વધારે રહે અને વિજાતીય વ્યક્તિઓ સાથેની મુલાકાત મનને રોમાંચિત કરશે. મોજશોખના સાધનો, નવાં વસ્ત્રો, આભૂષણો, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્યસુખ મળે. વ્યવસાય ક્ષેત્રે આપને લાભ થાય. આરોગ્ય સારું રહેશે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય. આજે આપે ઘણો સમય બહાર રહેવું પડે તેવી શક્યતા છે. બિઝનેસ સંબંધિત ચિંતા આજે છોડી દેવી. આજનો દિવસ બહેન સાથે પસાર કરવાનો છે. તેમને સાથે લઇ જઇને તેમની મનપસંદ વસ્તુ ખરીદો. આપનો સંબંધ વધુ મજબૂત બને તે માટે આપ બહેન સાથે બાળપણની યાદોમાં ખોવાઇ શકો છો. આપના માટે પીળા રંગ અને લાલ રંગની રાખડી ઉત્તમ રહેશે. ઉપાય- આપના પરિવારની ખુશી માટે સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો.
સિંહઃ આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનાર હશે. ઘરમાં પરિવારના સભ્યો સાથે આજે સંભાળીને વર્તવું. જેથી સંઘર્ષ ટાળી શકાય. રોજિંદા કામોમાં પણ કંઇક નડતર આવ્યા કરે જેના કારણે કામો વિલંબથી થાય. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં. આજે વધુ પરિશ્રમ કર્યા બાદ પણ ફળ ધાર્યા મુજબ ન મળો તો પણ મન પર ના લેવાની સલાહ છે. બીજા લોકો પર વહેમ અને શંકાઓમાં પડવું નહીં. શત્રુઓથી સાવચેત રહેવું. માતૃપક્ષ સંબંધિત બાબતોમાં વધુ સમય આપવો પડશે. આજે આપના ખર્ચમાં થોડી વૃદ્ધિ થશે. જો આપની બહેન ક્યાંય દૂરના સ્થળે રહેતી હોય તો, આપ ફોન અથવા સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે વાતચીત કરો. તેનાથી તમારો માનસિક તણાવ પણ જતો રહેશે અને તમારા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. આપના માટે નારંગી અને લાલ રંગની રાખડી બંધાવવાનું ખૂબ ઉત્તમ ફળદાયી રહેશે. ઉપાય- ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપો.