ગુજરાત

gujarat

By

Published : Jul 27, 2020, 6:48 AM IST

ETV Bharat / bharat

સોમવારનો દિવસ આપના માટે કેવો રહેશે..? જાણો આજનું રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શ્રાવણ માસનો સોમવાર આપના કેવો રહેશે અને તમારી સાથે શું શું લાભદાયી થશે તે જાણવા વાંચો રાશિફળ.

Rashifal
Rashifal

મેષ : આજે આપ સમાજ અને જાહેર લોકોમાં વાહવાહી મેળવી શકશો. સાથે જ આપને નાણાકીય લાભ પણ થઇ શકે છે. પરિવાર અને લગ્નજીવન સુખ અને સંતોષથી ભરપૂર પહેશે. વાહનનું સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે પ્રેમની પળો માણી શકશો. આપના વિચારો વધુ ઉગ્ર બનશે અને આપનું વલણ બીજા પર હાવિ થવાનું હશે. આપ બૌદ્ધિક ચર્ચા વિચારણામાં ભાગ લઇ શકશો પણ અત્યારે આપ સમાધાનકારી વલણ અપનાવો તે જરૂરી છે. વેપારીઓ તેમના વેપારમાં ફાયદો મેળવી શકશે.

વૃષભ: આજે આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે. કોઇના પર હસવા જતા તકલીફ ઊભી થવાની શક્યતા છે. ગેરસમજ સર્જાઈ શકે. મનોરંજન અને મોજશોખ પાછળ ખર્ચ થઇ શકે. આરોગ્ય સાચવવું પડશે. અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મનના આવેગને કારણે કેટલીક મુશ્કેલીઓ ઉદભવી શકે. આપે સભાન રહેવાની જરૂર છે.

મિથુન: આજનો દિવસ બધી રીતે લાભકર્તા જણાઇ રહ્યો છે. આપના કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. પરિવારજનો પાછળ ખર્ચ પણ થઇ શકે. લગ્નવાંછુઓના લગ્નના સંજોગ ઊભા થાય. ધંધા કે નોકરીમાં આવક વધી શકે છે. ઘરમાં મંગલ પ્રસંગોનું આયોજન થશે. સ્નેહીજનો સાથે વાત કરીને ખુશી અનુભવાશે. આપને રુચિકર ભોજન મળશે અને સારું દાંપત્ય સુખ પણ આપ મેળવી શકશો.

કર્ક: આજે આપનું શરીર અને મન સ્વસ્થ નહીં હોય. છાતીમાં પીડા જેવી શારિરીક તકલીફોથી પરેશાન રહેશો. કુટુંબિજનો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવો અને વર્તનમાં વિનમ્ર રહેવું. આપના આત્મસન્માનને ઠેસ પહોંચે તેવી કોઈપણ બાબતોથી દૂર રહેવું. પાણી અને સ્ત્રીઓથી પણ સાચવીને રહેવું પડશે. ખર્ચ થવાના યોગ છે. ભોજન અને ઉંઘમાં નિયમિતતા જાળવશો તો સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકશો.

સિંહ: આજે આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે. પાડોશીઓ અને સહોદરો સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપની ધારણા પ્રમાણે કામ થઇ શકશે. ઘણી સારી તકો સાંપડે. વિરોધીઓને મ્હાત કરી શકશો. પ્રિયજનોના સાનિધ્યથી આપ ખુશી અનુભવશો. સંબંધોમાં લાગણીઓનું ઊંડાણ વધશે. નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે.

કન્યા:આપને કેટલીક બાબતોમાં નિર્ણય લેવામાં મુંઝવણ અનુભવાશે. મનમાં નકારાત્મકતા રાખવી નહીં. પરિવારજનો સાથે મતભેદ કે વિવાદ હોય તો અત્યારે શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવો. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે પરંતુ કેટલાક અવરોધોમાંથી પસાર થવું પડે. વધુ વિવાદ કે ચર્ચામાં પડશો નહીં. આયાત-નિકાસના વેપારમાં લાભ મેળવી શકશો. તુલા: આ સમય આર્થિક યોજનાઓ બનાવવા માટે ઘણો સારો છે. આપની કલાત્મકતા અને સર્જનાત્મકતા ઘણી સારી રહેશે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપના દરેક કામ આત્મ વિશ્વાસ અને દૃઢ મનોબળથી આગળ વધશે. ભાગીદારો સાથે સંવાદિતા જળવાશે. મનોરંજન અને મોજમસ્તી પાછળ પણ ખર્ચ થઇ શકે. કૌટુંબિક જીવનમાં સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે.

વૃશ્ચિક:આજે આપ મોજમસ્તી અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થઇ શકશે. વાણી કે વર્તનની ઉગ્રતાને કારણે મોટો વિવાદ થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી તમારા કામથી મતલબ રાખવો અને વધુ ચર્ચાઓથી દૂર રહેવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે વાત કરતી વખતે અતિ હઠાગ્રહી થવાનું ટાળજો.

ધન:આજનો દિવસ આપના માટે લાભકર્તા બની રહેશે. પારિવારિક જીવનમાં સુખશાંતિ જળવાઇ રહેશે. પ્રિય વ્યક્તિ સાથે વિતાવેલો સમય ઘણો યાદગાર નિવડશે. મિત્રો મહત્વના મુદ્દે ચર્ચા કરી શકો. સ્વાદિષ્ટ ભોજન માણીને આપને તૃપ્તિ થશે.

મકર: આપને ધંધામાં લાભ થવાની શક્યતા છે. આર્થિક બાબતોના આયોજન માટે પણ દિવસ સારો છે. સરકારી કામકાજ સફળતાથી પાર પડશે અને ઉચ્ચ અધિકારીઓ આપના કામથી ખુશી અનુભવશે. નોકરીમાં પદોન્નતિ થઇ શકે. પિતા દ્વારા લાભની પ્રાપ્તિ તેમજ સંતાનોનો અભ્યાસ સંતોષકારક રહેશે. આપના માનપાનમાં વધારો થઇ શકે.

કુંભ: આજે આપ શારીરિક અસ્વસ્થતા અનુભવશો, પણ આપના મનની સ્વસ્થતા જળવાઇ રહેશે. શરીરમાં સ્ફુર્તિનો અભાવ હોવાથી કામ કરવાનો ઉત્સાહ નહીં હોય. ઉચ્ચ અધિકારીઓથી મનદુઃખ થયા કરે. મોજમસ્તી અને પોતાનો શોખ પૂરો કરવા પાછળ ખર્ચ થઇ શકે. વિદેશથી સારા સમાચાર મળે. સંતાનોની સમસ્યાઓ અંગે આપને પણ ચિંતા અનુભવાય. વિરોધીઓ સાથે વધુ ચર્ચા કે વિવાદમાં ન પડવું જોઇએ.

મીન: તંદુરસ્‍તીની બાબતમાં ખાસ ધ્‍યાન આપવાનું જણાવવામાં આવે છે. માંદગી પાછળ ખર્ચની સંભાવના નકારી શકાય નહીં. અન્‍ય કામકાજમાં પણ આપે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે માટે ધીરજથી કામ લેવું. કુટુંબીજનો સાથે મનદુ:ખનો પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આકસ્મિક ધનલાભ આપની તકલીફો હળવી કરી દેશે. આધ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

ABOUT THE AUTHOR

...view details