મેષઃવર્તમાન દિવસે આપને વિશેષ સાવધાનીપૂર્વક રહેવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધ કાર્યો કે અનૈતિક કામથી આપ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાપીવાનું ટાળજો. આપના કાર્યો સમયસર પૂરાં કરવા માટે મહેનત વધારવી પડશે. નોકરીના સ્થળે પણ સૌની સાથે સારું વર્તન કરવું અને બીજાને સહકાર આપવો. ઉપરી અધિકારીઓ તરફથી વધુ પડતા સહકારની આશા રાખવી નહીં. સંતાનોને પોતાની વાત શાંતિ અને ધીરજથી સમજાવવી. આજે મહત્ત્વના નિર્ણયો લેવામાં બીજાની મદદની જરૂર પડી શકે છે.
વૃષભઃ વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આપના મનગમતાં મિત્રો સ્વજનો સાથે રહેવાથી ખુબ જ આનંદમાં હશો. દાંપત્ય જીવનમાં વધુ સામીષ્ય અનુભવશો. સુંદર ભોજન અને વસ્ત્રો માટેનો અવસર મળશે. પરંતુ મધ્યાહન બાદ સ્વસ્થ અને સાવધ રહેવા માટે આપને સલાહ છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું નહીં તો તબિયત બગડવાની સંભાવના નકારી શકાય નહીં. વધારે પડતો નાણાંખર્ચ થાય.
મિથુનઃ આજે આપના પરિવારનું વાતાવરણ ઉલ્લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. આપના અટકી પડેલાં કામો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. નોકરીના સ્થળે પણ વાતાવરણ અનુકૂળ રહેશે. આર્થિક લાભ થાય. બપોર પછી આપના કાર્યક્રમમાં મનોરંજન પ્રમુખસ્થાને રહેશે. મિત્રો સ્વજનો સાથે ઉત્તમ સમય વિતાવવાનો કાર્યક્રમ ઘડશો. જાહેર માન- સન્માન મળે.
કર્કઃ ભવિષ્યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આપ મન લગાવીને કામ કરશો તો આપને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પરિવારમાં સુલેહ- શાંતિ જળવાય. તનમનમાં ચેતના અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આપના અધુરાં કાર્યો પૂરા થાય. નોકરી ધંધામાં આપને સાથી કાર્યકરોનો સારો સહકાર સાંપડશે.
સિંહઃઆપ આજે શારીરિક- માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. આર્થિક નુકસાન ટાળવા માટે રોકાણ અથવા લેવડદેવડમાં સાચવવું. પાણીથી સંભાળવાની સલાહ છે. મધ્યાહન પછી આપ આર્થિક આયોજન કરી શકો છો. આપની મહેનત મુજબ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચાઓથી આજે દૂર રહેવાની સલાહ છે. નવા કામની શરૂઆત ન કરવી. શેરશટ્ટામાં સાહસ ન કરવું.
કન્યાઃઆજે આપને રહસ્યો અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આપને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પ્રિયપાત્ર સાથે મિલન થાય. હરીફો સામે વિજય મળે પણ મધ્યાહન બાદ પરિસ્થિતિ બદલાતાં આપની શારીરિક અને માનસિક પરિસ્થિતિ બહુ સારી નહીં હોય. મનમાં બેચેનીનો અનુભવ થશે. માતાને વધુ સમય આપવાનો પ્રયાસ કરવો. વાહન મકાનના દસ્તાવેજો કરવાનું ટાળવું.