મેષઃ સુખમય દાંપત્યજીવનની સાથે સાથે ભાવતાં ભોજન મળવાનો યોગ છે. આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્તુ પરત મળવાની સંભાવના છે. પ્રિયજન સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે.
વૃષભઃ આજે આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે. કોઇના પર હસવા જતા તકલીફ ઊભી થવાની શક્યતા છે. ગેરસમજ સર્જાઈ શકે. મનોરંજન અને મોજશોખ પાછળ ખર્ચ થઇ શકે. આરોગ્ય સાચવવું પડશે. અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મનના આવેગને કારણે કેટલીક મુશ્કેલીઓ ઉદભવી શકે. આપે સભાન રહેવાની જરૂર છે.
મિથુનઃ આપ આજના દિવસે તન મનની સ્વસ્થતા જાળવવા માટે કામ અને આરામ, પરિવાર અને જાહેરજીવન વચ્ચે સંતુલન રાખતા શીખવું પડશે. આજે નવા કાર્યોની શરૂઆત કરવા માટે યોજના ઘડાય પરંતુ નવી શરૂઆત કરવામાં થોડા વિલંબ કે અવરોધો પછી સફળતા મળી શકે છે. આજે તમે પ્રતિષ્ઠાને અનુલક્ષીને વધુ ધ્યાન આપો તેવી શક્યતા છે. સંતાનોને લગતાં કાર્યો કે ખર્ચ કરવો પડે. શરીરમાં અપચન, અજીર્ણ જેવી બીમારીઓ સતાવે. વિદ્યાર્થીઓ એકંદરે સારો દિવસ છે. યાત્રા- પ્રવાસ માટે સમય અનુકૂળ નથી.
કર્કઃ આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી છે છે. આજે આપનામાં આનંદ, સ્ફૂર્તિ અને તાજગી જાળવી રાખવા માટે શક્ય હોય તો રોજિંદી બીબાઢાળ જીંદગીથી વિરામ લઈને ક્યાંક એકાંતમાં જાઓ અથવા મનપસંદ જગ્યાએ જાવ તેવું સુચન છે. મનમાંથી બિનજરૂરી ચિંતાઓ કાઢી નાખવી. ઘરમાં સ્વજનો સાથે વર્તનમાં આદરભાવ રાખવો. સ્ત્રીપાત્ર સાથે બોલવામાં સંયમ રાખવો. ખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં.
સિંહઃઆપનો આજનો દિવસ શુભફળ આપનારો રહે. આરોગ્યની દૃષ્ટિએ આજે આપની તંદુરસ્તી સારી રહેશે. ભાઇભાંડુઓ સાથે આનંદથી સમય પસાર કરો. તેમનાથી લાભ થાય. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતાથી આપ પ્રસન્ન રહેશો. પ્રિયતમાનો સંગાથ પામો. લાગણીસભર સંબંધોના બંધનમાં બંધાઓ. આજે આપને કલાક્ષેત્રે વિશેષ રૂચિ રહે. માનસિક સ્વસ્થતામાં દિવસ પસાર થાય.
કન્યાઃ આજનો દિવસ આપના માટે સારું ફળ આપશે. આજે આપની મધુર વાણીથી કોઇનું મન જીતી શકો અને આપનું કામ કઢાવી શકો. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે સુખરૂપ સમય પસાર કરો. આર્થિક લાભ થવાની શક્યતા છે. આરોગ્ય સારું રહે. બૌદ્ધિક ચર્ચાઓમાં જોડાઓ પરંતુ વિવાદ ટાળવો. મિષ્ટાન્ન ભોજન મળી શકે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ સંબંધી બાબતોમાં સફળતા મળે.